Abtak Media Google News
  • ભારત રત્ન, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી નિમિતે
  • રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના અઘ્યક્ષ કિશોર મકવાણા, નિવૃત્ત ડી.જી.પી. અનિલ પ્રથમ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જી.પી.એસ.સી.ના પૂર્વ સભ્ય નાથુ સોસા, લેખક ડો.સુનિલ જાદવ સહિતના મહાનુભાવો બાબા સાહેબ આંબેડકરના વિવિધ ક્ષેત્રના પ્રદાન વિશે ચર્ચા કરશે
  • કાર્યક્રમની વિગત આપવા આયોજકોએ અબતકની મુલાકાત લીધી

ભારતીય બંધારણના ઘડવૈયા, મહિલાઓના મુકિતદાતા, દલિતોના મસિહા, પ્રસિઘ્ધ પત્રકાર, વિદ્વાન પ્રોફેસર, વિશ્વ પ્રસિઘ્ધ અર્થશાસ્ત્રી અને કરોડો ગરીબો, પછાતોના મુકિતદાતા, વિશ્વ વંદનીય ભારત રત્ન બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ ઉજવવા સમગ્ર દેશ અને દુનિયામાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ એમાંથી કેમ બાકાત રહી શકે…?

Advertisement

ત્યારે આવતીકાલે સાંજે પ થી 7.30 સુધી રાજકોટના રાજનગર ચોક પાસે આવેલ લક્ષ્મી સોસાયટી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય આદર્શ ડો. આંબેડકર સેમીનાર અને મહાનુભાવોનો સન્માન સમારંભ યોજવા જઇ રહ્યો છે. જેમાં કાર્યક્રમના અઘ્યક્ષ તરીકે રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ, નવી દિલ્હીના અઘ્યક્ષ કિશોરભાઇ મકવાણા, ઉદઘાટન તરીકે નિવૃત ડીપીજી અનિલ પ્રથમ સર, મુખ્ય અતિથિ તરીકે પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, વકતા તરીકે જીપીએસસી ના પૂર્વ સભ્ય નાથુભાઇ સોસા અને જાણીતા લેખક – મોટિવેશન સ્પીકર ડો. સુનીલ જાદવ ઉ5સ્થિત રહીને બાબાસાહેબ આંબેડકરના વિવિધ ક્ષેત્રના પ્રદાન વિશે વિગતે વાતો કરશે. સાથે રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના અઘ્યક્ષ તરીકે કિશોરભાઇ મકવાણા રુપે સૌ પ્રથમવાર એક ગુજરાતીની નિમણુંક થઇ છે ત્યારે લક્ષ્મી સોસાયટીના પ્રમુખ જગદીશભાઇ ભોજાણી અને સૌ કારોબારી સભ્યો તથા અન્ય સંગઠનનો પણ તેમનું અભિવાદન કરવાના છે. સાથે સાથે તાજેતરમાં જ ગુજરાત રાજયના ડીજીપી તરીકે નિવૃત થયેલા અનિલ પ્રથમસરનો અભિવાદન સમારોહ પણ યોજાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લક્ષ્મી સોસાયટીના પ્રમુખ જગદીશભાઇ ભોજાણી, ઉપપ્રમુખ સી.કે. બાબરીયા, મંત્રી શામજીભાઇ રાવલીયા તથા સર્વે કારોબારી સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તથા અનેક કાર્યક્રમ દ્વારા રાજકોટમાં બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થશે.

રાજકોટ તથા આજુબાજુના વિસ્તારના સૌ ભીમપ્રેમી ભાઇ-બહેનોને આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ પૂર્ણ થયે ભીમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી નીમીતે આવતીકાલે યોજાનાર સેમીનાર અંગે વિગત આપવા ડો. સુનીલ જાદવ, લક્ષ્મી સોસાયટીના પ્રમુખ જગદીશ ભોજાણી, ઉપપ્રમુખ સી.કે. બાબરીયા, પી.ડી. સોલંકી, મોહનભાઇ પરમાર, દેવજીભાઇ વાઢેર, શામજીભાઇ રાવલીયાએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર સમૃઘ્ધ ભારતનો
પાયો નાંખવા ઇચ્છતા હતાં: ડો. સુનીલ જાદવ

અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથેની વાતચીતમાં ડો. સુનીલ જાદવએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, તંદુરસ્તી રાષ્ટ્રને ચાહનારા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી નીમીતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય આદર્શ ડો. આંબેડકર સેમીનાર અંગે યોજવામાં આવશે. જેમાં મહાનુભાવો બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીના વિવિધ ક્ષેત્રના પ્રદાન વિશે ચર્ચા કરશે તથા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના અઘ્યક્ષ કિશોર મકવાણા તથા નિવૃત ડીજીપી અનીલ પ્રથમનું અભિવાદ સન્માન કરવામાં આવશે. વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, જે તે વખતે ગાંધીજી અને જવાહરલાલ નહેરુની આઝાદીના સંદર્ભમાં ચર્ચા થતી ત્યારે બાબા સાહેબ આંબેડકરનું એક જ વિધાન હતું કે હું પ્રથમ પણ ભારતીય છું

અને અંતે પણ ભારતીય છું. ભારતીય સિવાય કશું નથી. તેઓ તંદુરસ્ત રાષ્ટ્ર સમૃઘ્ધ ભારતનો પાયો નાખવાનું ચાહતા હતા. ભારતમાં કોઇપણ પ્રકારની નબળાઇને દુર કરવા ઇચ્છતા હતા. તેમણે પોતાના સ્વપ્નોને સાકાર કરવા બંધારણમાં જોગાવાઇ કરી હતી.

અને બંધારણ લખવામાં બાબાસાહેબ અઠ્ઠાર, અઠ્ઠાર કલાક કામ કરતાં હતા. જેના કારણે તેમને પાઇલસ અને ફીશર સહિતની બિમારી થઇ હતી. તેમણે પોતાની તંદુરસ્તીની ખેવના ન કરી દેશ માટે કામ કર્યુ. અને તંદુરસ્ત લચીલું બંધારણ ભારતને આપ્યું. દેશ અને દુનિયાનું સૌથી મોટું લેખીત બંધારણ છે. ગાંધીજી અને બાબાસાહેબના વૈચારિક ભેદો જુદા હતા. પરંતુ દેશની વાત આવી ત્યારે બન્ને રાષ્ટ્રવાદી સાબિત થયા છે. દેશમાં 16.5 ટકા દલીલો છે.

જીવંત આંબેડકર કરતા મૃત આબેડકર વધુ બળવંતા છે. જેનો ઉઘ્ધાર બાબા સાહેબએ કર્યો છે. તેઓ બાબા સાહેબને માને ે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.