Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ૨ ઓગષ્ટે એટલેકે આજે ૬3મો જન્મદિવસ છે.તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી જ કરી હતી.વિજયભાઈનો જન્મ બર્માના રંગુન શહેરમાં થયો હતો.ત્યારબાદ તેઓ પરિવાર સાથે રાજકોટ આવિ ગયા હતા.આથી કહેવામાં આવેછે જન્મે બર્મીસ અને કર્મે ગુજરાતી છે.તેમના હુલામણા નામની વાતકરીએતો તેમનું હુલામણું નામ ‘વિરૂ’ છે. તેમનો જન્મ ૧૯૫૬માં થયો હતો.અને ૧૯૬૦થી રાજકોટ આવી ગયા હતા.તેમણે બી.એ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

Advertisement

રાજકીય સફરની વાતકરીએતો વિજયભાઈ ૧૯૮૮થી ૧૯૯૫ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડીગ ચેરમેન અને મેયર રહી ચુક્યા છે.૨૦૦૬  થી ૨૦૧૨ ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમ અને રાજ્યસભાના સાંસદ,૨૦૧૩ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન,સૌરાષ્ટ સ્ટોક એક્સચેન્જના ડાયરેકટર પણ રહી ચુક્યા છે.બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી.૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ તેઓએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.હાલ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ તા.૨ના રોજ રાજકોટ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. કાર્યક્રમની ઉજવણી મુખ્યમંત્રી દિવ્યાંગ બાળકો સાથે કરીને પોતાની સંવેદનશીલતા વ્યક્ત કરનાર છે. ૨ ઓગષ્ટના રોજ રાજકોટમાં અલગ અલગ સાત કાર્યક્રમો સવારથી સાંજ સુધીમાં યોજવામાં આવનાર છે. સવારે આજી ડેમ ખાતે મુખ્યમંત્રી સવારે ૮.૩૦ કલાકે વૃક્ષારોપણ કરવાના છે.

બાદમાં સદ્દભાવના વૃધ્ધાશ્રામ ગોંડલ રોડની મુલાકાત લેશે. આ કાર્યક્રમ પુરો થયા બાદ ૧૦થી ૧૧.૩૦ સુધી ડી.એચ. કોલેજ કેમ્પસ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. સેવાસેતુના કાર્યક્રમ બાદ ૧૧.૪૫ થી ૧ સુધી કાલાવાડ રોડ ઉપર દિવ્યાંગ બાળકો સાથે કિટ વિતરણ યોજાશે અને તેમાં કોંકલિયર ટ્રાન્સપ્લાન્ટવાળા બાળકો સી.એમ.ને હેપ્પી બર્થ ડે કહેશે. ૪ કલાકે કાલાવાડ રોડ ઉપર અક્ષર પુરસોતમ મંદીર ખાતે ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં ૫.૪૫થી ગુરૂકુળ ખાતેના અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.