Abtak Media Google News

આ વર્કશોપમાં અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલીયાના વિઝા વિષે માર્ગદર્શન અપાશે

ઘણા બધા લોકો વિદેશ જવા માટે ઇચ્છુક હોય છે. પણ વિઝા ન મળવાને કારણે તેમના સપના રોળાઇ જતા હોય છે. યોગ્ય માહીતીના અભાવે વિઝા ન મળ્યા હોય અથવા ટ્રાવેલ એજન્ટની નાની ભૂલને કારણે વિઝા ન મળ્યા હોય તેવા કિસ્સા પણ બન્યા છે. આવી સ્થિતિમાં વિઝા પેપર્સ તૈયાર કરવા અંગેની સઁપૂર્ણ માહીતી અને તાલીમ મળી રહે તે માટે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાવેલીંગ ક્ષેત્રે નામના ધરાવતા ટુરિઝમ લીડર્સ કલબ દ્વારા આગામી ૩ અને ૪ ઓગષ્ટ દરમિયાન અનુક્રમે રાજકોટ અને અમદાવાદમાં વિઝા અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ વર્કશોપ ૩જી ઓગષ્ટે બપોરે ૪ થી ૧૦ દરમિયાન ન્યારી રોડ ઉપર રીજન્સી લગુન ખાતે તેમજ ૪ થી ઓગષ્ટે બપોરે ૧૧ થી ૪ દરમિયાન રાણીપ વિસ્તારમાં આવેલી રોયલ ઓચીંડ ખાતે યોજાશે. આ વર્કશોપમાં ટુરિઝમ લીડર્સ કલબના સભ્યોને નિ:શુલ્ક પ્રવેશ મળશે.

Advertisement

આ વર્કશોપના પ્રીમીયર પાર્ટનર તરીકે ડિસેન્ટ હોસ્પિટાલીટી (હરેશભાઇ આહીર, વિઝા સર્વિસ અજયભાઇ રાય દિલ્હી છે જયારે ડાયમંડ પાર્ટનર તરીકે રીજન્સી લગુન અને પ્રભાવ ટુર્સ જોડાયા છે.

મુખ્ય મહેમાનો અને અતિથિ વિશેષમાં અતુલભાઇ રાજાની કોર્પોરેટર પઢીયાર ગુજરાત પ્રવાસન અધિકારી, દીપકભાઇ કારીયા બેસ્ટ ટ્રાવેલ્સ, સંજયભાઇ મેહતા, ટ્રાન્સસ્ગ્લોબ, જીતુભાઇ લાખની હેપી ટ્રાવેલ્સ, અમુભાઇ થાનકી જોનકી ટ્રાવેલ્સ રાજકોટમાં તથા અમદાવાદમાં અજયભાઇ મોદી, અજયભાઇ મોદી ટ્રાવેલ્સ, હિતાંકભાઇ, તન્મયભાઇ શેઠ નીઓ અર્થ ટ્રાવેલ્સ, હરિભાઇ શકિત ટ્રાવેલ્સ, મહેશભાઇ શકિત ટ્રાવેલ્સ, નરેન્દ્રભાઇ પાર્શ્ર્વનાથ ટ્રાવેલ્સ, શૈલેષભાઇ અગ્રવાલ, વાનગાર્ડ રોહિતભાઇ નવભારત ટ્રાવેલ્સ મુખ્ય મહેમાનો તરીકે હાજરી આપશે. આ તકે ટુરિઝમ લીડર્સ કલબના પ્રમુખ અમેશભાઇ દફતરી એ સૌ લોકોનો આભાર માન્યો છે. વધુ માહીતી માટે મો. નં. ૯૩૨૭૭ ૪૬૨૦૨ ઉપર સંપર્ક કરવા વિનંતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.