Abtak Media Google News

ટ્રાફિક કંટ્રોલ કરવા માટે તંત્રએ મફત પાસની સુવિધા શરૂ કરી

ચોમાસાની ઋતુમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ સિઝનનો 90% થી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટી 619.02 ફુટ સુધી પહોંચી છે.

ડેમની ભયજનક સપાટી 622 ફુટ છે ત્યારે ડેમ 88.47 % ટકા જેટલો ભરાઈ જતાં ડેમ સાઈટ પર આહલાદક દ્ર્શ્યો સર્જાયા છે જેને કારણે રોજે રોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ધરોઈ ડેમની મુલાકાતે આવતા હોય છે જેને લઈને તંત્ર દ્વારા મફતમાં પાસ સુવિધા શરૂ કરવામાં આવી છે.

મૂલાકાતે આવતાં પર્યટકો માટે ટ્રાફિક કંટ્રોલ જેવી વિવિધ સુવિધાઓને પહોચી વળવા માટે તંત્ર એલર્ટ બન્યું છે ડેમ સાઈટ પર મૂલાકાતે આવતાં પર્યટકો ફકત 15 મિનિટ સુધીજ ડેમ ઉપર રોકાઈ શક્શે ત્યારે સાબરકાંઠા જીલ્લાના મુલાકાતી ઓ માટે વડાલી મામલતદાર કચેરી ખાતેથી રજીસ્ટ્રેશન કરી પાસ મેળવી ડેમની મુલાકાત લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.