Abtak Media Google News

જયારે પણ રાજકોટથી ગોંડલ અથવા શાપર જવાની વાત આવે ત્યારે પ્રથમ ટ્રાફીકની સમસ્યા ઘ્યાનમાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છે કે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. આંકડાકીય માહીતી અને પીજીવીસીએલના અહેવાલ મુજબ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશનમાં કારખાનાના ૨૭૦૦ કનેકશન નોંધાયેલા છે એટલે કે શાપર ખાતે ૨૭૦૦ નાના મોટા કારખાનાઓ છે જેમાં ખુબ જ બહોળી સંખ્યામાં કર્મચારીઓ છે. આ બધાં જ કારખાનાઓમાં મોટા વાહનો મારફતે માલ સામાનની આયાત નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત આ માર્ગ પરથી થઇને પોરબંદર, જુનાગઢ, ગોંડલ અને અન્ય સ્થળોએ જવાય છે. એમ કુલ કારખાનાનો ટ્રાફીક, ભારે વાહનો અને રાષ્ટ્રીય માર્ગ હોવાના કારણે ખુબ જ અઢળક પ્રમાણમાં આ સ્થળ પર ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી.આ સમસ્યાનો નિકાલ કરવા માટે રાજકોટથી શાપર વચ્ચે કુલ ત્રણ ઓવર બ્રીજ બનાવામાં આવ્યું છે જે અનુક્રમે પારડી ઓવર બ્રીજ શીતળા માતાના મંદીર ખાતે આવેલું બ્રીજ અને મુળ શાપર ખાતે એવી રીતે કુલ ત્રણ ઓવરબ્રીજ બનાવાયા છે.આ ઓવરબ્રીજ માટે કુલ ૮૦ કરોડ રૂપિયા નેશનલ હાઇવે ઓથોરીટીએ મંજુર કર્યા હતા. જેમાંથી શાપર ખાતે આવેલા ઓવર બ્રીજ માટે રૂપિયા ૩૦.૬૮ કરોડ, શિતળા માતાજી મંદીર ખાતેના ઓવરબ્રીજ માટે ૧૨.૮૧ કરોડ અને પારડીના ઓવરબ્રીજ માટે ૧૩.૮૧ કરોડ ‚પિયા ફાળવવામાં આવ્યાં હતાં.આ ઓવરબ્રીજ બનાવવા પાછળનાં મુખ્ય પ્રયત્નો શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન દ્વારા કરવામાં આવ્યા હતા.આ ઓવરબ્રીજ વિશે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એશોસિયેશનના પ્રમુખ રમેશભઇ ટીલાળાએ અબતક મીડીયા સાથે ખાસ વાતચીત કરી હતી.આ વાતચીતમાં રમેશભાઇ ટીલાળાને બ્રીજના ઇતિહાસ વિશે પુછતાં તેમણે જણાવ્યું હતું કે જેમ તાજમહેલ હકીકતમાં બન્યો તે પહેલા શાહજહાંના મગજમાં તૈયાર થઇ ચુકયો હતો તેવી જ રીતે આ ઓવરબ્રીજની રૂપરેખા અગાઉ અમારા મગજમાં તૈયાર થઇ ચુકી હતી. આ પુલના ઇતિહાસની વાત કરવામાં આવે તો ૩ વર્ષ પહેલા આ પુલનું નિર્માણ થવું જોઇએ તેવો વિચાર અમને આવ્યો હતો ત્યારે સૌ પ્રથમ અમે સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા અને વિઠ્ઠલભાઇ રાદડીયાને રજુઆત કરી હતી. ત્યારબાદ સતત ત્રણ વર્ષ સુધી અમેઆ વિશે દિલ્હી સુધી પત્ર વ્યવહાર કરેલો. આ ઉપરાંત તેમણે આ સમયગાળા દરમિયાન થયેલી સમસ્યાઓનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે જયારે ખુબ જ રજુઆતો અને પ્રયત્નો બાદ ઓવરબ્રીજનું કામ શરુ થયું તો અગાઉ કરતાં પણ વધારે ટ્રાફીકની સમસ્યાઓ સર્જાવા લાગી એટલે અમે કોન્ટ્રાકટરની સાથે રહીને કામ જેટલું ઝડપે પૂર્ણ થાય એટલા માટે અમે અમે પ્રયત્નો કરેલા. આ સિવાય એક સમયે ઓવરબ્રીજનું કામ ઠપ્પ થયું હતું અને આ ઓવરબ્રીજનું કેસ કોર્ટમાં હતો. પરંતુ ત્યારે પણ અમે હિમંત હારયા વગર લડત ચલાવીને કોઇને પણ અન્યાય ન થાય તે રીતે કોર્ટનો ચુકાદો આવ્યો અને ફરીયાદ ઓવરબ્રીજનું કાર્ય શરૂ થયું અને ફકત ૧૦ મહિનામાં સમગ્ર પુલનું કાર્ય પુર્ણ થયું અને હવે મને ખુશી છે કે શાપરની ટ્રાફીક સમસ્યા સંપૂર્ણપણે સમાપ્ત થઇ ચુકી છે. આ બાબતે રમેશભાઇ ટીલાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિઠ્ઠલભાઇ રાદડીયા અને મારા તમામ સાથીદારોનો આભાર માનું છું.આ વિશે ત્યાંના જ સ્થાનિક એવા જાદવભાઇ કેશવાલા બ્રીજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે બ્રીજ બન્યા તે પહેલા આ સ્થળે ઘણાં અકસ્માતો થતા હતા. તથા ટાફીક એટલો બધો થતો હતો કે માણસો અને એમ્બ્યુલન્સ વગેરેને ખુબ હાલાકી ભોગવવી પડતી નથી. હવે પુલ બની ગયા પછી લોકોની અવર જવરની સારી સુવિધા મળી ગઇ હોવાથી તેઓ ખુશ ખુશાલ થઇ ગયા છે. તથા ટ્રાફીક પણ ઘટના હળવી થઇ ગઇ છે. પુલ બની ગયા બાદ વિઘાર્થીઓને પણ સારી સવલત થઇ ગઇ છે. લોકોએ અહીં પુલ બનશે એવો વિચાર પણ શુઘ્ધાં કર્યો નહતો. પણ સરકારે અહીંની ટ્રાફીકની સમસ્યા જોઇ યોગ્ય આયોજન કરી પુલ બનાવ્યો તે પ્રસશનીય છે.વધુમાં શીતળા માતાજીના મંદીર પાસે બનાવેલા ઓવરબ્રીજ વિશે ત્યાં વે-બ્રીજ સંભાળતા દિવ્યરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ બ્રીજ ન હતો બન્યો ત્યારે આ વિસ્તાર એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાને કારણે ખુબ ટ્રાફીક જામની સમસ્યા રહેતી હતી. તથા લોકોને શાપરની બહાર જવું હોય તો પણ એકાદ કલાક જેટલો સમય ટ્રાફીકને કારણે નીકળી  જતો હતો. એકાદ વર્ષના આ સમયગાળામાં પુલ બન્યો આ સમય દરમિયાન અહીં ખુબ વાહનોનો ચકકાજામ થતો હતો. વે-બ્રીજમાં વાહનો આવતા હોય આથી કોઇ એકે હંમેશા ત્યાં ઉભા જ રહેવું પડતું પરંતુ હવે આ બ્રીજ તૈયાર થઇ ગયો હોવાથી ખૂબ સરળતા પૂરો વે-બ્રીજ સંભાળી શકાય છે. શાપર બ્રીજ વિશે ત્યાંના જ સ્થાનીક તથા અતર, અગરબત્તીનું વેચાણ કરતા હસમુખભાઇ ગોંડલીયા જણાવ્યું કે તેઓ છેલ્લા ૮ વર્ષથી અહીં જ દુકાન અહીં વાહનોનું પ્રમાણ વધતા ટ્રાફીકની સમસ્યા ઘણી હતી. આથી અહીં સ્થાનીકોને ખુબ જ અગવડતા પડતી. ઉપરાંત તે જણાવે છે કે અહીં પુલ બનશે તેવી ચર્ચા થતી હતી પરંતુ આટલી ઝડપથી બની જશે તેવી કલ્પના પણ કરી ન હતી. આ પુલ બન્યા પછી વાહનો અને લોકોને ખૂબ જ સારુ તથા ઝડપી આવન-જાવનની સવલત થઇ ગઇ છે. સંજયભાઇ કે જે ત્યાં જ એક રિક્ષાચાલક છે તે આ પુલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે પહેલા અહીં જે ખુબ અકસ્માતો થતા તેનું નિવારણ આ પુલ છે. તેઓ પોતે એક રીક્ષાચાલક હોય, આથી ત્યાં બનતા અકસ્માતો તથા ટ્રાફીક જામથી તેઓ ખુદ અકળાટ અનુભવતા હતા. તથા પુલ બનવાને કારણે શીતળા માતાજીના મંદીરે હવે ફરી લોકોનો ઘસારો થઇ રહ્યો છે. પહેલા લોકો ટ્રાફીકમાં ફસાવું પડશે એવા વિચારને કારણે સ્થાનીકો ત્યાં મંદીરે દર્શન કરવા જવાનું પણ ટાળતા હતા કેમ કે ત્યાં લોકોના વાહનોને ખડકલો થઇ જતો હતો. આથી પુરા હાઇવે પર જ વાહનો ઉભા કરી દેવામાં આવતા જે પણ ટ્રાફીક જામને નોતરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.