Abtak Media Google News

ગત સપ્તાહમાં સિરામિક પ્લાઝામાં 30 થી વધુ દુકાનોની તાળા તૂટયા: પોલીસ માટે પડકાર

મોરબીમાં ત્રણ દિવસ અગાઉ સીરામીક પ્લાઝા માં તસ્કરોએ એક સાથે 30 કરતા વધુ દુકાનો ના શટરના  તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આજે તસ્કરોએ ફરી શક્તિ ચેમ્બર 1 અને 2 માં એક સાથે દશથી વધુ દુકાનોનાં શતર તોડવા પ્રયાસ કર્યો છે.

Advertisement

મોરબીના સામાકાઠે આવેલ શક્તિ ચેમ્બર 1 અને 2 માં તસ્કરોએ દસ કરતા વધુ દુકાનોનાં શટર ઉચકયા હતા ત્યારે મોટાભાગની ઓફિસ ટ્રેડિંગ વ્યવસાયની હોય જેથી હજુ કેટલાની રોકડ રકમની ચોરી થઈ તે હજુ સામે આવ્યું નથી. ત્યારે દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયાનું સામે આવતા જ વેપારીઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.