Abtak Media Google News

બીજી ભાષામાંથી અન્યભાષામાં લખાણ કે ઈતિહાસને અનુવાદ કરવો, અને સંવાદ સમજણ માટે જાણકારી મળે તેવા શુભ હેતુથી ટ્રાન્સલેટરનું નવા યુગમાં ઘણુ મહત્વ છે.  આપણા કે વૈશ્ર્વિક સાંસ્કૃતિક વારસાના જતન માટે પણ અનુવાદની ભૂમિકા અહંમ છે.  આજનો દિવસ બાઈબલના અનુવાદક સેન્ટ જે હોમની યાદમાં ઉજવાય છે, તેમને અનુવાદકોના આશ્રય દાતા ગણવામાં આવે છે.

સેન્ટ જેરોમે નવા કરારની ગ્રીક હસ્તપ્રતોમાંથી બાઈબલનો લેટીનભાષામાં અનુવાદ કર્યો હતો, તેણે હિબ્રુ ગોસ્પેલના અમુક ભાગોનો ગ્રીક ભાષામાં અનુવાદ કર્યો હતો. અનુવાદકો એક પ્રકારના ભાષા વ્યાવસાયિકો છે.ઘણા દેશોની  વાર્તાઓ આપણી ભાષામાં થતાં આપણને વૈશ્ર્વિક સ્તર નો ઈતિહાસ જાણવા મળે છે.

રાષ્ટ્રોને એક સાથે લાવવા, સંવાદ,  સમજણ અને સહકારની સુવિધા આપવા, વિકાસમાં યોગદાન અને વિશ્વશાંતિ અને સુરક્ષા મજબુત કરવામાં અનુવાદની ભૂમિકા મહત્વની

સંપાદકીય અને ડેસ્કટોપ પ્રકાશન સહાયકો, સંપાદકો,  દુભાષિયા,  પ્રિસિસ-લેખકો, અનુવાદકો શબ્દશ: પત્રકારો અને ઉત્પાદન સંપાદકોને  કારણે આપણને વિશ્ર્વનો ઈતિહાસ  જાણવા મળ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાના અનુવાદિત દસ્તાવેજની વિશ્ર્વની 500થી વધઉ ભાષામાં અનુવાદ થવાને કારણે ગિનિશવર્લ્ડ રેકોર્ડ સ્થાપાયેલ છે.

યુએનની છ સતાવાર ભાષાઓમાં અરબી, ચાઈનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશનો  સમાવેશ થાય છે. અનુવાદ દ્વારા રાષ્ટ્રોના એકિકરણ,સંવાદ, સમજણ અને સહકારની સુવિધા, વિકાસ તથા વિશ્ર્વ શાંતિ અને  સુરક્ષા મજબૂત  કરવામાં પણ  ફાળો આપે છે. આ દિવસની ઉજવણી 1953થી શરૂ કરવામાં  આવી હતી. ભાષાંતરનો કે અનુવાદનો ઈતિહાસ 60 વર્ષથી અવિરત  આગળ વધી રહ્યો છે.

અન્ય ભાષામાંથરી અનુવાદિત કરવામાં આવેલ સાહિત્ય, કવિતા, બાળકોનાં પુસ્તકો, બિન-સાહિત્યની કૃત્તિ સાથે વિશ્ર્વની અન્ય ભાષાની શ્રેષ્ઠ કૃતિને પ્રચલિત કરવામાં મહત્વનો ફાળો અનુવાદે આપ્યો છે. વિદેશી ફિલ્મો પણ હવે અન્ય ભાષામાં ડબીંગ  કરીને લોકોમાં  પ્રચલિત કરાય છે. વિવિધ ક્ષેત્રોનાં ભાષાના અંતરને દૂર કરવા અનુવાદ જ શ્રેષ્ઠ કાર્ય કરી શકે.

‘અનુવાદ’ માનવતાના ઘણા ચહેરાઓ ખોલે છે

આ વર્ષની ઉજવણીથીમમાં ‘અનુવાદ’ની વૈશ્ર્વિકસ્તરની  સરાહનીય કામગીરીને  વેગઆપે છે. અનુવાદ માનવતાના ઘણા ચહેરાઓ ખોલે છે. ખાસ કરીને સ્વદેશી ભાષાના સમુદાયોને લગતી શકિતની ગતિશીલતા પર ભાર મૂકે છે. અનુવાદ વિવિધ ભાષાકીય અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે સમજણ શાંતી અને સંવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.