Abtak Media Google News

સોમવારે અખાત્રીજના પાવન અવસરે

જયઘોષ ઘંટારવ અને મહાઆરતી થકી  દિવ્ય પર્વની ઉજવણી કરવા જયંતભાઈ ઠાકર અને હરેશભાઈ જોષીનો  અનુરોધ

સૌરાષ્ટ્ર – કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવકતા જયંતભાઈ ઠાકર અને સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષીની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે હીન્દુ ધર્મ ગ્રંથી અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે , ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજના થયો હતો . પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર છે . તેમની ગણના શ્રીહરીના દશાવતારોમાં થાય છે . તેના પરથી જ તેમનુ મહત્વ સમજી શકાય છે .

તા .3/5/22 ના રોજ મંગળવારે અખાત્રીજના પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે ત્યારે સૌરાષ્ટ્રના નાના મોટા ગામો , જિલ્લાઓ , મહાનગરમાં

ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે ભગવાનશ્રી પરશુરામની જન્મ જયંતિની તડામાર તૈયારીઓનો જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને ભુદેવોમાં અદમ્ય ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે

તા .3 / પ ના મંગળવારે અખા ત્રીજના પરશુરામ જન્મજયંતી અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ સવારે પરશુરામજીની મહાપુજા , સાંજે મહાઆરતી તેમજ રાત્રે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે અને ભકિત- ભજન અને ભોજનનો અનેરો ત્રિવેણી સંગમ સર્જાશે .

પરશુરામ જન્મોત્સવને ઉજવવા ભાવ , ભકિત , ભજનની સાથોસાથ સાંજે સૌ ભુદેવો પોતાના ઘેર ઘેર અગાસી પર દીવડા પ્રગટાવી ’ જય પરશુરામ ’ ના જયઘોષ સાથે ઘંટારવ અને મહાઆરતી થકી આ દિવ્ય પર્વની ઉજવણી કરી ધન્યતા અનુભવે તેવો જાહેર અનુરોધ કર્યો હતો અને સૌરાષ્ટ્રભરમાંથી સમસ્ત ભુદેવોને ભગવાનશ્રી પરશુરામ જન્મોત્સવમાં ઉમટી પડવા અનુરોધ ર્યો હતો . આમ શ્રી પરશુરામ જન્મ જયંતી ઉજવણીને યાદગાર બનાવવા સમસ્ત ભુદેવોમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે . એમ અંતમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવકતા જયંતભાઈ ઠાકર અને મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.