Abtak Media Google News

રોંગ સાઈડમાં ધસી આવેલ ટેન્કર સામેથી આવતી એસ.ટી. બસ અને તુફાન સાથે અડાતા ગમખ્વાર અકસ્માત સજાર્યો

તાપી જિલ્લાના સોનગઢ નજીક નેશનલ હાઈવે ઉપર રોંગ સાઈડે આવતા ટેન્કરે સામેથી આવતી એસટી બસને હડફેટે લેતા બસની પાછળ આવતી જીપ બસમાં ઘુસી જતાં ત્રિપલ અકસ્માત યો હતો. જેમાં ત્રણેય વાહનના ચાલકો, ૧ મહિલા સહિત ૮ વ્યક્તિના મોત યા હતા. જ્યારે ૨૨ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

Advertisement

2.Banna 1

સોનગઢનાં પોખરણ ગામે સુરત-ધુલિયા નેશનલ હાઈવે ઉપર એસ.ટી. રાજસનના કુશલગઢી નીકળેલી બસ સોનગઢના ઉકાઈ જવા નીકળી હતી. હસમુખભાઈ રામુભાઈ ગામીત બસ હંકારતા હતા. દરમિયાન સામેી રોંગ સાઈડ પરી પુરઝડપે આવતા ઓઈલ ભરેલા ટેન્કર ચાલક મહાવીરસિંગ હનુમાનસિંગ સિંગે ટેન્કર ધડાકાભેર બસમાં ઘુસાડી દીધી હતી. જેને પગલે બસની પાછળ આવતી ક્રુઝર જીપ બસની પાછળ ઘુસી ગઈ હતી. આમ ત્રર વાહન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

સુરત અશુભ પ્રસંગમાં હાજરી આપી માલેગાંવ જઈ રહ્યાં હતા. અકસ્માતની જાણ તાં સોનગઢ અને વ્યારાથી સેવા ભાવિ યુવાનો દોડી આવ્યા હતા અને લોકોને બહાર કાઢ્યા હતા. ભયાનક અકસ્માતમાં ત્રણેય વાહન ચાલકોનો ઘટના સ્ળે જ મોત યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક મહિલા સહિત ૫ મુસાફરોના સારવાર દરમિયાન મોત થયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણી, ડીવાયએસપી આર.એ.માવાણી સહિતનો કાફલો ઘટના સ્ળે દોડી ગયો હતો અને ૨૦ થી ૨૨ ઈજાગ્રસ્તોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે એક ગંભીર ઈજાગ્રસ્તને સુરતની હોસ્પિટલમાં રિફર કરાયો હતો. સોનગઢ પોલીસે અકસ્માત કરનાર ટેન્કર ચાલક સામે ફરિયાદ લેવાની કાર્યવાહી હા ધરી હતી. મૃતકો અને ઈજાગ્રસ્તોને લઈ જવા માટે ૬ થી ૭ એમ્બ્યુલન્સનો ઉપયોગ યો હતો. અકસ્માતના કારણે એક તરફનો હાઈવે ૩ કલાક બંધ રહ્યો હતો અને વાહનોની લાઈન લાગી હતી. જો કે અકસ્માતના વાહનોને ક્રેઈનની મદદી ખસેડી લેવાતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

  • મૃતકોના નામ

૧. અશોક આત્મારામ નિકમ, ૨. સમાધાન અશોકભાઈ સિંઘે, ૩.પરબત દેવચંદભાઈ નિકમ, ૪.વિશ્ર્વાસ એન.નિકમ (તમામ ઉૅવ.૫૦ી વધુ, મહારાષ્ટ્ર), ૫. હસમુખ રામુભાઈ ગામીત (બસ ચાલક, રહે.ઉંચામાળા, વ્યારા), ૬.મહાવીરસીંગ હનુમાનસિંગ સીંગ (ટેન્કર ચાલક), ૭.મણિબેન નટવરભાઈ પટેલ (ઉ.વ.૬૦), રહે.ઉકાઈ), ૮.એક અજાણ્યો શખ્સ (ઉ.વ.૫૦)થી વધુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.