Abtak Media Google News
  • ટીબી વિશ્વનો સૌથી પ્રાચિન રોગ છે, જેનો ઉલ્લેખ વેદ-પુરાણો અને આયુર્વેદિક સંહિતામાં પણ જોવા મળે છે: તે દૂનિયાનો સૌથી ઘાતક સંક્રામક રોગ છે: ટીબીના જીવાણું અત્યંત સુક્ષ્મ હોવાથી સહેલાઈથી હવામાં પ્રસરી શકે છે: વિશ્વનાં કુલ દર્દીઓ પૈકી ર7 ટકા દર્દીઓ ભારતમાં છે : 2030 સુધીમાં ટીબીને નાબુદ કરવા માટે સમગ્ર વિશ્વ એક થયું
  • વિશ્વની 99 ટકા થી વધુ વસ્તી ધરાવતા 192 દેશો અને વિસ્તારોમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી : 2022 માં એક કરોડથી વધુ લોકો આ બીમારીના શિકાર થયા હતા
  • ટીબીના દર્દીઓનો બોજ ધરાવતા દેશોમાં ભારતનું નામ અગ્રસ્થાને છે, તો બીજા દેશોમાં ચીન, ઇન્ડોનેશિયા, ફિલીપાઈન્સ, પાકિસ્તાન , નાઇજીરીયા, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે

વિશ્વમાં 2022 માં 13 લાખ થી વધુ મૃત્યુ ટીબીને કારણે થયા હતા, તેના બેક્ટેરિયા પ્રથમ ફેફસાંને અસર કરે છે, પણ તે શરીરના અન્ય ભાગો કિડની, આંતરડા, મગજ અને કરોડરજ્જુમાં પણ  ફેલાઈ શકે છે. લોકો ઘણી મૂંઝવણ અને ડર ધરાવે છે, લોકો આવા દર્દીઓ સાથે સામાજિક રીતે બહિષ્કૃત નો વ્યવહાર પણ કરતા જોવા મળે છે. આપણા ગુજરાતમાં છેલ્લા આંકડા મુજબ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીના કારણે મૃત્યુ આંખ પણ વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં 5700 થી વધુ વ્યક્તિના ટીબીને કારણે મોત થયા છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ માસમાં જ 22 હજારથી વધુ નવા ટીબીના  કેસ જોવા મળ્યા છે.

Tuberculosis Now 'Degenerative' Due To Advances In Diagnosis And Treatment: Global Tb Report
Tuberculosis now ‘degenerative’ due to advances in diagnosis and treatment: Global TB report

ઇ.સ. 1882માં ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધી કાઢયા હતા. એમની યાદીમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસ ઉજવાય છે. મૃખ્યત્વે આ રોગ બીડી, સીગારેટ, તમાકુ વિગેરેના વધુ પડતા સેવનને કારણે થતો જોવા મળે છે. ટીબી એ સમગ્ર વિશ્વને તેની ઝપટમાં લીધું છે. આ એક ચેપી રોગ છે. આજના યુગમાં ક્ષય રોગ વિશે લોકોમાં જનજાગૃતિ આવે અને લોકો આ રોગથી બચે તે જરૂરી છે.

ટી.બી.ના દર્દીઓની સમયાંતરે તપાસ થાય તેવી નિદાન સારવાર અને ટ્રીટમેન્ટ ફોઓલોપ વ્યવસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગોઠવી છે. આપણાં ભારત દેશે પણ રાષ્ટ્રીય ક્ષય નિવારણ બોર્ડ બનાવેલ છે. જેમાં ટ્રીટમેન્ટનો ડોટ કાર્યક્રમ અમલમાં છે. દર્દીને ઘેર બેઠા દવા મળી જાય છે. અગાઉ આ રોગને રાજરોગ પણ કહેતા હતા. રોગ ચેપી હોવાથી દર્દીની સારવાર કરવામાં ખુબ તકેદારી રાખવી પડે છે. સુષુપ્ત ટીબી, સક્રિય ટીબી, પલ્મોનરી ટીબી અને વધારાની પલમોનરી ટીબી જેવા તેના વિવિધ પ્રકારો જોવા મળે છે. આજના યુગમાં ટીબી બેશક ગંભીર રોગ છે પણ, તે હવે અસાધ્ય નથી રહ્યો.

Tuberculosis Now 'Degenerative' Due To Advances In Diagnosis And Treatment: Global Tb Report
Tuberculosis now ‘degenerative’ due to advances in diagnosis and treatment: Global TB report

ક્ષય રોગને પહેલા ઘાસણી પણ કહેતા અંગ્રેજીમાં ટયુબર કયુલોસિસ કે ટીબી કહેવાય છે. પ્રાચિન કાળમાં તેને ઓજોક્ષય કહેતા હતા. ટીબી સામાન્ય રીતે ફેફસા ઉપર હુમલો કરે છે, ઘણીવાર તે શરીરનો અન્ય ભાગને પણ નુકશાન કરે છે. તે હવા દ્વારા ફેલાતો રોગ હોવાથી જયારે રોગી ખાંસી કે છીંક ખાય કે થૂંકે ત્યારે આ રોગના બેકટેરીયા હવામાં ફેલાતા હોવાથી અન્યને ચેપ લગાડે છે. માનવીમાં મોટાભાગના ચેપ બિમારીના ચિન્હો વગરના એસિમ્પટમેટિક અને સુસુપ્ત જોવા મળે છે.

ક્ષય રોગના મુખ્ય લક્ષણોમાં લાંબા સમયની ઉઘરસ કે ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પરસેવો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા મુખ્ય ચિન્હો છે. છાતીના એકસ-રે, ગળફાની તપાસ કે લોહીની તપાસથી આ રોગનું નિદાન થાય છે. દુનિયાની ત્રીજા ભાગની તપાસ કે લોહીની તપાસથી આ રોગનું નિદાન થાય છે. દુનિયાની ત્રીજા ભાગની વસ્તી એમ. ટયુબર કયુલોસિસથી પિડાતી હોવાનું મનાય છે. અને દર બીજી સેક્ધડે વધુ એક વ્યકિત ને તેનો ચેપ લાગે છે. દર વર્ષે તેની સંખ્યા સ્થિર થતી જાય છે. પણ વસ્તી વધારાને કારણે નવા કેસોની સંખ્યા  વધતી જોવા મળે છે.

સૌથી વધુ કેસો વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. સાથે વિકસિત દેશોમાં પણ ઇમ્યુનોસ પ્રેસિવ ડ્રગ પદાર્થોનું વધુ સેવન અથવા એઇડસને કારણે તેમની રોગ પ્રતિકારક શકિત ઘટી છે. સમગ્ર વિશ્વમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યા સમાન નથી હોતી. એશિયા અને આફ્રિકામાં 80 ટકા વસ્તી ક્ષય રોગના ટેસ્ટમાં પોઝિટિવ આવે છે, તો અમેરીકામાં માત્ર પ થી 10 ટકા જ લોકો પોઝિટીવ આવે છે. જે લોકો સિલિકોસિસથી પીડાઇ રહ્યા છે. તેને ટીબી થવાનો 30 ગણો ભય રહે છે. ડાયાલિસિસ પર હોય તેમને પણ 10 થી રપ ગણું ટીબીનું જોખમ છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓમાં સક્રિય ટીબી થવાનું જોખમ વધારે છે ઓછા વજન પણ ક્ષય રોગના જોખમ સાથે સંકળાયેલ છે.

Tuberculosis Now 'Degenerative' Due To Advances In Diagnosis And Treatment: Global Tb Report
Tuberculosis now ‘degenerative’ due to advances in diagnosis and treatment: Global TB report

જાહેર આરોગ્યની વાત જોઇએ તો ક્ષયએ એઇડસ અને મેલેરિયા બાદ ગરીબી સાથે સંકળાયેલો ત્રીજો મુખ્ય રોગ છે. ગ્લોબલ ફંડ ટુ ફાઇટ એઇડસ ટયુબ કયુલોસિસ એન્ડ મેલેરિયા જેવા ચેપી રોગોની સમસ્યા હલ કરવા માટે જરુરી ભંડોળ ઉભુ કરવા ર002માં શરુઆત કરાય હતી. વૈશ્વિકરણને કારણે પણ આ રોગને ફેલાવવામાં મદદ મળી છે. આપણાં ગુજરાત રાજયમાં દરેક જીલ્લા મથકે જીલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર સાથે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રો ઉપર પણ તેની નિદાન સારવાર જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. આપણા ભારતમાં દર વર્ષે ટી.બી.ના 26 લાખ જેટલા દર્દીઓ નોંધાય છે. સમગ્ર વિશ્વમાં નોંધાતા કુલ ટીબીના રોગીઓની કુલ સંખ્યાના ર7 ટકા ભારતના દર્દીઓ હોય છે.  ડોર ટુ ડોર સર્વે કરીને ક્ષય શંકાસ્પદ દર્દીઓ શોધવાનું અભિયાન હાથ ધરાયું છે. સારવાર કરતાં દર્દીને દર માસે રૂ. પ00 ની ખાસ સહાય આપવામાં આવે છે. એક સમયનો અસાધ્ય રોગ ક્ષય આજે ક્ષય થઇ રહ્યો છે 1882 માં રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે ટીબીના  બેસીલાઈ માઈક્રોબેકટેરિયમ ટયુબરકયુલોસીસની શોધ કરી હોવાથી તેને 1905 માં નોબેલ પ્રાઈઝ પણ મળેલ હતું, અને તેની યાદમાં દર વર્ષે ટીબી દિવસ પણ ઉજવાય છે.

ટીબી હારેગા, દેશ જીતેગા સ્વસ્થ સમાનના જૂના અને જટિલ દુશ્મન ક્ષય રોગ સામે સાવચેતી એજ સલામતિ છે. વ્યકિતની રોગ પ્રતિકાર શકિત પાવર ફુલ હોય તો આ ટીબીના બેકટેરીયાની શરીરમાં વૃઘ્ધી થતી નથી. માનવીની રોગ પ્રતિકાર શકિતને કારણે બેકટેરીયા નાશ પામે છે. ચેપ લાગેલી 10 વ્યકિતઓમાંથી એક વ્યકિતને તેમના જીવન કાળ દરમ્યાન ટીબી થઇ શકે છે.

આજે વિશ્વમાં મલ્ટી ડ્રગ પ્રતિરોધી ટીબી એક સાર્વજનીક સ્વાસ્થ્ય સંકટ અને સ્વાસ્થય સુરક્ષા માટે ખતરો બન્યો છે. જો કે દર વર્ષે તેના ચેપનું પ્રમાણ વિશ્વમાં ર ટકા ઘટી રહ્યું છે. વિશ્વભરમાંથી ટીબીને ને નાબુદ કરવા ર030 ની ડેડલાઇન આપી છે.  એચ.આઇ.વી. અને ટી.બી. એક ઘાતક સંયોજન બને છે. તેઓ બન્ને એકબીજાને ગતિ આપે છે. ટીબી દુનિયાનો સૌથી ઘાતક સંક્રામક હત્યારા પૈકી એક છે.  રાજરોગ ગણાતો ટીબી સૌથી પ્રાચીન રોગ છે. જેનો ઉલ્લેખ વેદ પૂરાણો અને આયુર્વેદીક સંહિતામાં પણ જોવા મળે છે. ભારતમાંથી ટીબીની નાબુદી  કરવા માટે ભગિરથ પ્રયાસોની જરુર છે. તે વાયુ જન્ય રોગ હોવાથી ઝડપથી અને સહેલાયથી પ્રસરી શકે છે. ટીબીના જીવાણું અત્યંત સુક્ષ્મ હોવાથી સહેલાયથી હવામાં પ્રસરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.