Abtak Media Google News

ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમીક એસોસીએશને સરકારનો આભાર માન્યો

ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમીક એસો. ગુજરાતના સર્વે કોચિંગ કલાસીસને ઓફલાઈન કલાસ માટે મંજૂરી આપવા બદલ સરકારનો આભાર વ્યકત કર્યો છે. સાથે આ કપરા સમયમા હંમેશા સહયોગ આપવા બદલ પ્રિન્ટ મીડીયા તથા ઈલેકટ્રોનિક મીડીયાનો આભાર વ્યકત કર્યો છે. એસો.એ જણાવ્યું કે છેલ્લા 15 માસથી કોચિંગ કલાસીસ બંધ હતા, તેમના સંચાલકો માટે જીવન નિર્વાહ કરવો અધરો હતો. આ નિર્ણયથી આખા ગુજરાતમાં ફેલાયેલા 1 લાખથી વધારે કલાસીસ સંચાલકો અને કોચિંગ કલાસીસ સાથે સંકળાયેલા 15 લાખથી વધારે શિક્ષકો અનેતેમના પરિવારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબજ અસંતુષ્ટ હતા ઓફલાઈન કલાસીસનાં નિર્ણયથી ધો.9 થી 12 તથા સીએ, સીએસ તથા કમ્પિટિટિવ એકઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી્રઓ અને વાલીઓએ રાહતનો શ્ર્વાસ લીધો છે. તથા આ નિર્ણયને આવકાર્યો છે.ઓફલાઈન શિક્ષણનો નિર્ણય ખાસ તો વિદ્યાર્થીઓનાં હિતમાં છે. જેથી હવે ઓનલાઈન શિક્ષણની ઉણપ પૂર્ણતામાં પરિણમશે.

ગુજરાતમાં બધા શિક્ષકોનું એક જ મંતવ્ય છે. કે ઓફલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓનાં પરિણામ પર ખૂબજ પોઝીટીવ અસર થશે અને ગુજરાતનું પરિણામ અને શિક્ષણ ફરીથી ઉંચુ જશે તેમ પ્રકાશ કરમચંદાણી, વિજય મારૂ, ધર્જ્ઞેશ છગ, નિકુંજ ચનાભટ્ટી અને હાર્દિક ચંદારાણાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.