Abtak Media Google News

 તુલસી તેરે આંગન કી !!!

વિવિધ રોગો જેવા કે ડાયાબિટીસ, કેન્સર સહિત અનેકમાં તુલસીનો ઉપયોગ કારગત નીવડે છે

તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો કે તુલસી સામાન્ય રીતે સમગ્ર દેશમાં મળી આવે છે. પરંતુ કેટલાય લોકો તેના કેટલાય સ્વાસ્થ્ય લાભોથી અજાણ હોય છે. તુલસીને પોતાના ડેલી રૂટીનમાં સામેલ કરવાથી તમને તેના ઘણા બધા ફાયદા મળી શકે છે.

તુલસીનો છોડ ભલે બહુ મોટો ન હોય, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી પોષક તત્વો અને ફાયદા પ્રદાન કરે છે. પાંદડા વિટામિન અ, ઈ અને ઊં અને આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજોના સારા સ્ત્રોત છે. આ ઉપરાંત તે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જો કે આ ભોજન માટે પૂરતું ન હોઈ શકે, તમારી વાનગીઓમાં તુલસી ઉમેરવાથી સ્વાદ અને પોષણ વધે છે. તુલસીને કાચી કે ચામાં ઉકાળીને ખાઈ શકાય છે.

જેની તુલના ન થઈ શકે તે તુલસી છે : ડો. નિરજ મહેતા

આયુર્વેદ ડોકટર નીરજ મહેતાએ જણાવ્યું હતું કે, જેની તુલના ન થઇ શકે તેને તુલસી કહેવામાં આવે છે. તુલસીના બે પ્રકારો છે જેમાં પ્રથમ શ્યામ તુલસી અને દ્વિત્ય રામ તુલસી. આદિઅનાદિ કાળથી તુલસી ઘરના આંગણે વાવવામાં આવે છે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ઋષિમુનિઓ જાણતા હતા કે એનટી બેક્ટેરિયલ તત્વો જે હોય તેને તુલસી જ નાબૂદ કરી શકે છે જેના કારણે ઘરના આંગણે તુલસીનો ક્યારો જોવા મળે છે. આધ્યાત્મિક રીતે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે તુલસીનું મહત્વ ખૂબ વધુ છે કારણ કે ઘરમાં વાવવામાં આવેલી તુલસીને જ્યારે પવન સ્પર્શીને જાય તો તે હવાને શુદ્ધ કરી દે છે અને તે લોકોના શ્વાસોશ્વાસમાં ફરે છે પરિણામે જે અસાધ્ય રોગો હોય તેને પણ દૂર કરી શકાય છે.

તુલસી ઔષધીની સાથે એક પવિત્રતાનું પ્રતીક છે: ડો.મેહુલ જોશી

આયુર્વેદ ક્ષેત્રે છેલ્લા ઘણા સમયથી કાર્ય કરી રહેલા ડોક્ટર મેહુલ જોશી એ જણાવ્યું હતું કે તુલસી એક ઔષધી તો છે જ સાથોસાથ તે એક પવિત્રતાનું પ્રતીક પણ છે. તુલસી ના અનેક ગુણધર્મો જોવા મળી રહ્યા છે તે માત્ર સાધ્ય રોગોને નિવારવા માટે જ નહીં પરંતુ પાચનતંત્રની પ્રક્રિયા ની સાથો સાથ પેટને લગતી બીમારીઓથી પણ લોકોને હરહંમેશ દૂર રાખે છે. તુલસી પીતના રોગો માટે પણ ખુબ અક્ષર છે અને પરિણામ સ્વરૂપે તે માનવમાં રહેલા સ્ટ્રેસ અને તળાવને દૂર કરવામાં પણ એટલી જ મદદરૂપ સાબિત થાય છે. તુલસી ના અનેક ફાયદાઓ અને ગુણોથી લોકો હજુ સુધી અવગત થયા નથી પરંતુ આ ઔષધીય છોડ ની મહત્વતા લોકોએ સમજવી જોઈએ અને તે અંગે જાગૃત પણ થવું જોઈએ.

તુલસીના ફાયદાઓ અનેક

  • કબજિયાતમાં રાહત : તુલસીના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેઓ ડાયેરિયાની સમસ્યાને રોકવા માટે કામ કરે છે. તેથી પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ તુલસીના પાનનું સેવન કરી શકો છો.
  • હાડકા થાય છે મજબૂત : તુલસીના પાનમાં પોટેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. તેઓ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તુલસીના પાનનું સેવન કરવાથી હાડકાં મજબૂત રહે છે.
  • શરદી અને ઉધરસથી રક્ષણ મળે છે : હવામાન બદલાવના કારણે વ્યક્તિને વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે તુલસીના પાનનું સેવન ચા અને ઉકાળાના રૂપમાં કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરવામાં મદદ કરે છે. આ છાતીમાં કફ જમા થવાથી રોકવામાં મદદ કરે છે.
  • હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે : તુલસીના પાનનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે. તેઓ ફ્રી રેડિક્લસના નુકસાન સામે રક્ષણ આપવા માટે કામ કરે છે. ખાલી પેટે તુલસીના પાનનું સેવન તમારા હૃદય માટે ફાયદાકારક છે.
  • સ્ટ્રેસ અને ચિંતાથી રાખે છે દૂર : આજકાલ ઘણા લોકો ખરાબ જીવનશૈલીના કારણે સ્ટ્રેસમાં રહે છે. આવી સ્થિતિમાં તુલસીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તે ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ખાલી પેટે તુલસી ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.