Abtak Media Google News

ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી જતા સાગરીત સાથે રાજકોટ, જૂનાગઢ, સોમનાથ અને સુરતમાં સોનાના ચેનની ચીલ ઝડપ અને લૂંટ ચલાવ્યાની કબુલાત

ટીવી સિરિયલમાં અભિનય આપી ગ્લેમરની દુનિયામાં આવેલા યુવક ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી જતા દેણું ભરપાય કરવા સાગરિત સાથે રાજકોટ, જુનાગઢ, સોમનાથ અને સુરતમાં સોનાના ચેનની ચીલ ઝડપ અને લૂંટ ચલાવવાનું શરૂ કર્યા બાદ રાજકોટની બે મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરવાના ગુનામાં અભિનેતાના સાગરીતને માલવીયાનગર પોલીસે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસેથી ઝડપી લીધો છે.

આ અંગેની પોલીસમાંતી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.30 મેના રોજ સંત કબીર રોડ પર આવેલી ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતા વિજયાબેન પરસોતમભાઇ સગપરીયાના ગળામાંથી રૂા.1 લાખની કિંમતના 17 ગ્રામ સોનાના ચેનની અને ત્યાર બાદ અડધા જ કલાકમાં કુવાડવા રોડ પર ફોર્ડ સર્વિસ સ્ટેશન પાસે રહેતા હંસાબેન દાનસંગભાઇ નકુમના ગળામાંથી રૂા.50 હજારની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ થયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

સીસીટીવી ફુટેજ મેળવી ‘સમડી’ની ભાળ મેળવવા સમગ્ર શહેરની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી દરમિયાન સીસીટીવી ફુટેજના આધારે માલવીયાનગર પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્ર્વરી, હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારીયા, દિગ્પાલસિંહ જાડેજા, અજયભઇ વિકમા, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા અને બાવેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસેથી વૈભવ બાબુ જાદવ નામના શખ્સને ઝડપી લીધો હતો.

વૈભવ જાદવની પૂછપરછ દરમિયાન તે જૂનાગઢ જિલ્લાના ધ્રાબાવડ ગામનો વતની હોવાનું અને સાઘુ વાસવાણી રોડ પર ન્યુ પરિમલ સોસાયટીમાં રહેતો હોવાની કબુલાત આપી હતી. પોતાનો મિત્ર વિવેક કાપડી પણ મુળ જૂનાગઢ પંથકનો હોવાથી બંને એક બીજાના પરિચીત હોવાનું અને વિવેક કાપડી ટીવી સિરિયલમાં અભિનેતા બન્યો હતો. વિવેક કાપડી અને વૈભવ જાદવને ક્રિકેટનો સટ્ટો રમવાની ટેવ હોવાથી બંને શખ્સો મોટી રકમ હારી જતા બંને શખ્સોએ મહિલાના ગળામાંતી સોનાના ચેનની ચીલ ઝડપ કરવાનો પ્લાન બનાવ્યો હતો.વિવેક કાપડી અને વૈભવ જાદવે સાથે મળી જુનાગઢ, સોમનાથ, સુરત અને રાજકોટમાં 15 જેટલા ચીલ ઝડપ અને લૂંટના ગુના આચર્યા છે તે પૈકી બંને શખ્સો 13 જેટલા ગુનામાં પોલીસે ધરપકડ કરી જામીન પર છુટી ફરી રાજકોટમાં ગત તા.30 મેના રોજ અડધા જ કલાકમાં બે મહિલાના સોનાના ચેનની ચીલ ઝડપ કર્યાની કબુલાત આપતા પોલીસે ટીવી સિરિયલના અભિનેતા વિવેક કાપડીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.