Abtak Media Google News

હોમોસેકસી પાસેથી ખંડણી પડાવાના ઈરાદે કારની ચોરી કર્યાની કબુલાત

ઓઈલ એકસ નામની વેબસાઈટ પરી કાર માલીકનો સંપર્ક કરી ટેસ્ટ ડ્રાઈવ કરવાના બહાને કારની ચોરી કરી જે કારનો ખંડણી અને અપહરણ જેવા ગુન્હા આચરે તે પહેલા ક્રાઈમ બ્રાંચના સ્ટાફે જામકંડોરણા તાલુકાના પીપરડી ગામના બે ભાઈની ધરપકડ કરી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અમી પાર્કમાં રહેતા સંજય ધિરજલાલ બદ્રકીયા નામની ગેરેજ સંચાલકની કાર ટેસ્ટ ડ્રાઈવ માટે બાલાજી હોલ ખાતે બોલાવી બે શખ્સો ફરાર ઈ ગયાની ગત તા.૮ના રોજ તાલુકા પોલીસ મકમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં વધતા જતાં ચોરીના બનાવોને અટકાવવા ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પોપટપરા મેઈન રોડ ઉપરી શંકાસ્પદ હાલતમાં નિકળેલી કારને અટકાવી કારના કાગળો વિશે ચાલક જામકંડોરણાના પીપરડી ગામના રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને જયરાજસિંહ ઉર્ફે સત્યપાલ રાજેન્દ્રસિંહ જાડેજા સહિત બન્નેને પુછતા આ કાર ટેસ્ટ ડ્રાઈવના બહાને બઠાવી હોવાનું કહ્યું હતું. પોલીસની પ્રામિક પુછપરછમાં આ બન્ને ભાઈઓ ઓઈલ એકસ નામની વેબસાઈટ પરી કાર માલીકનો સંપર્ક કરી ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બોલાવી ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર લઈ છુમંતર ઈ ગયા હતા.

તેમજ આ કારનો ઉપયોગ ગ્રાઈન્ડર નામની એપ્લીકેશન મારફતે રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ઉપલેટા સહિતના શહેરોના સમલૈગીંક સંબંધ ધરાવતા ‘ગે’ માણસોનો સંપર્ક કરી કારમાં અવાવ‚ સ્ળોએ અપહરણ કરી અને ખંડણી વસુલવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ કોઈ ગુન્હા આચરે તે પૂર્વે જ બન્ને ભાઈઓ પોલીસે ધરપકડ કરી કાર મળી રૂ.૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં ડીસીબીના પીઆઈ એચ.એમ.ગઢવી, પી.એસ.આઈ. ડી.પી.ઉનડકટ, સ્ટાપ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પટેલ, કુલદિપસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.