Abtak Media Google News

દર્દીઓને હોસ્પિટલમાં તમામ પ્રકારની સગવડતાઓ તેમજ ઘરના સભ્યની જેમ કાળજી લેવાતી હતી

ક્રાઇસ્ટ હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત જસદણના ૮૦ વર્ષના વૃઘ્ધા સહિત બે દર્દીઓને સફળ સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયાં છે.

રાયાબેન ચૌહાણ (ઉ.વ.૮૦) જસદણના રહેવાસી ગત તા. ર૪-૫-૨૦ ના રોજ જસદણ તાલુકામાંથી કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવતા ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ હતા અને રાજકોટ શહેરના એડીશનલ કલેકટર જયેશભાઇ પટેલની પુત્રી જાનકીબેન પટેલ જેઓ અમદાવાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા જેઓ સ્પેશીયલ કોવિડ ૧૯ ની ફરજ ઉ૫ર હતા ત્થા એમની સાથે ફરજ પરના અનય સાથી મિત્રોના કોરોનાના રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પોતાના વતન રાજકોટ પરત ફરી ઘરે ના જતા કોરોનાના રીપોર્ટ માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે એડમીટ થયા હતા જેમના કોરોનાના રીપોર્ટ પોઝિટીવ આવતા તેઓને પણ સારવાર માટે દાખલ કરાયા હતા. જેમની નિયમિત સારવાર અને તપાસ આઇસોલેશન વિભાગના ડોકટર તથા સ્ટાફ દ્વારા લેવાયેલ કાળજીથી તેમની તબીયતમાં ઉતરોતર સુધારો જોવા મળેલ સરકારની ગાઇડ લાઇન પ્રમાણે તેમની સારવાર બાદ ગઇકાલે સવારે ૧૦ કલાકે ક્રાઇસ્ડ હોસ્પિટલ રાજકોટમાંથી બન્ને દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતા.

ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમન થોમ્માના દ્વારા આઇસોલેશન વિભાગના નિષ્ણાત ક્રિટીકલ કેર યુનિટની ટીમ ડો. તેજસ ચૌધરી, ડો. વિરુત પટેલ, મેડીકલ ઓફીસરો તેમજ મેડીકલ તથા પેરા મેડીકલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

શહેરના એડીશનલ કલેકટર જયેશ પટેલે દ્વારા ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમન થોમ્માના તથા આઇસોલેશન વિભાગના નિષ્ણાંત કિટીકલ કેર યુનિટની ટીમ તથા હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

બન્ને દર્દીઓ તરફથી ક્રાઇસ્ટ હોસ્પિટલની આઇસોલેશન વિભાગની નિષ્ણાંત ક્રિટીકલ કેર યુનિટની ટીમે બિરદાવી હતી. સાથે તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ તરફથી પણ ખુબ સાથ સહકાર મળેલ છે. તથા તમામ પ્રકારની સગવડતાઓ એક પોતાના ઘરના સભ્યની કાળજી લેવાતી હોય તેમ ખુબ જ કાળજી પૂર્વક ઘ્યાન રાખવામાં આવેલ હતું તથા તમામ વ્યવસ્થાઓ સમયસર પુરી પાડવામાં આવેલ હતી.

ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમન થોમ્માએ જણાવેલ મુજબ સમગ્ર વિશ્ર્વ જયારે આ વૈશ્વિકમહામારીના સમયમાં ખુબજ સયમ અને સાવચેતીથી તેમજ સરકારના આદેશ મુજબનું પાલન કરી ભાયનક રોગને હરાવવામાં મદદ કરવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.