Abtak Media Google News
  • ગુરૂવારે લદાયેલો પાણીકાપ હવે ઉઠાવી લેવામાં આવે તેવી સંભાવના : બંને વોર્ડના ઢેબર રોડ સાઇડના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ

ભાદર યોજના આધારિત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઇન બદલાવાની કામગીરી હાથ પર લેવાની હોવાના કારણે કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખા દ્વારા આવતીકાલે વોર્ડ નં.11 અને 12માં જ્યારે ગુરૂવારે વોર્ડ નં.7, 14, 17 અને 18માં પાણી વિતરણ બંધ રાખવાની ઘોષણા કરી હતી. દરમિયાન ગઇકાલે રાત્રે ભાદર પાઇપલાઇનનો વાલ્વ ગોંડલ પાસે અચાનક તૂટ્યો હતો. રિપેરીંગની કામગીરીમાં ખાસ્સો સમય વ્યતિત થઇ જતા ઢેબર રોડ સાઇડના વોર્ડ નં.7 અને 14ના અનેક વિસ્તારોમાં આજે સવારથી પાણી વિતરણ થઇ શક્યું નથી. આ બંને વોર્ડમાં બે દિવસ વહેલો પાણીકાપ ઝીંકવામાં આવ્યો હતો. જો કે, કોર્પોરેશનના ઇજનેરો દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે વોર્ડ નં.7 અને 14માં ગુરૂવારે આપવામાં આવેલો પાણીકાપ હવે ઉઠાવી લેવામાં આવશે.

આવતીકાલે શહેરના વોર્ડ નં.11 અને 12માં પાણી વિતરણ બંધ રહેવાનું છે. જ્યારે ગુરૂવારે વોર્ડ નં.7, 14, 17 અને 18માં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત ગઇકાલે કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે ભાદર પાણી પૂરવઠા યોજનાની રાજકોટ તરફ આવતી પાઇપલાઇનમાં ગોંડલ પાસે વાલ્વમાં મોટું ભંગાણ પડ્યું હતું. તાબડતોબ રિપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવા છતાં રાજકોટને જરૂરિયાત મુજબ ભાદરનું પાણી મળી શક્યું ન હતું. ગુરૂવારે પાણીકાપની જાહેરાત કરવામાં આવી હતી. જેના બદલે આજે વોર્ડ નં.7 અને 14ના ઢેબર રોડ સાઇડના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવતા ભારે દેકારો બોલી ગયો હતો. બપોરના સમયે ઇજનેરો દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે આજે વોર્ડ નં.7 અને 14માં ઢેબર રોડ સાઇડ જે વિસ્તારો આવે છે ત્યાં પાણી વિતરણ કરવામાં આવશે નહિં. ગુરૂવારે આ બંને વોર્ડમાં જાહેર કરવામાં આવેલો પાણીકાપ ઉઠાવી લેવામાં આવ્યો છે. જેના બદલે આજે વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.