Abtak Media Google News

એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ… કોરોનાની સાથે હવે મ્યુકરમાયકોસીસએ પણ કાળો કહેર વરસાવ્યો છે. કોરોનાની હજુ બીજી લહેર સમી નથી ત્યાં આ ફૂગજન્ય રોગએ સ્થાનિક તંત્ર સહિત સરકારની ચિંતા વધારી દીધી છે. વધતા જતા કેસના કારણે ગુજરાતમાં પણ આ બીમારીને મહામારી તરીકે ઘોષિત કરવામાં આવી છે. અગાઉ રાજસ્થાન અને તેલંગાણા સરકારે પણ મ્યુકરમાયકોસીસને મહામારી તરીકે જાહેર કરી છે.

આજરોજ સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. જે બાદ એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે જણાવ્યું કે ગુજરાતમાં મ્યુકરમાયકોસિસના રોગના કેસ છેલ્લા ઘણાં દિવસોથી વધતા જઈ રહ્યા છે. મહામારી તરીકે જાહેર થતા હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ.સી.એમ.આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો કેન્દ્ર સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.

શું છે આ મ્યુકરમાયકોસીસ ??

આ મ્યુકરમાયકોસીસ બીમારી એ કોરોના કરતાં પણ વધુ ઘાતકી સાબિત થઇ રહી છે. આ એક પ્રકારની ફૂગથી થતી બીમારી છે. એટલે કે તે ફંગલ ઈન્ફેક્શનથી થાય છે. જે લોકોનું સુગર લેવલ વધારે હોય છે તેઓને આ બીમારીનો ચેપ ઝડપથી લાગુ થાય છે. હાલ કોરોનાને કારણે આ બીમારી વધુ ઝડપથી પ્રસરી રહી છે.

      Black Fungs

                               શા માટે વધી રહ્યો છે આ રોગ ??

મોટાભાગના આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મ્યુકરમાયકોસીસ કોરોના સામેના અણધડ ઉપચારથી જ વધ્યો છે. સ્ટેરોઈડ સહિતની વધુ માત્રાની બિનજરૂરી દવાઓને કારણે જ આ રોગ વધ્યો છે. એમાં પણ કુત્રિમ પ્રાણવાયુ પર રહેલા દર્દીઓ કે જેમને સતત ઓક્સિજન ટોફી રહેવાથી મોંમાં વધુ માત્રામાં ભેજનું પ્રમાણ વધી જાય છે આના કારણે પણ ફૂગ થઈ શકે છે. મ્યુકરમાયકોસીસ એક ફૂગ જ છે. જણાવી દઈએ કે હાલ રાજકોટમાં આ રોગના 400થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ કેસ વધતા જઈ રહ્યા છે. આનાથી બચવા ડાયાબિટીશ, સુગર લેવલ કંટ્રોલ કરવા ઉપરાંત બિનજરૂરી દવાઓ લેવાનું ટાળવું જોઈએ.

                                  મ્યુકરમાયકોસીસના લક્ષણો

દર્દીના હાથ-પગ સહિતના શરીરના તમામ ભાગમાં લાલ ચાંભા થઈ જવા

  • સોજો ચડી જવો
  • માથામાં સતત દુખાવો
  • દ્રષ્ટિ ઝાંખી થઈ જવી
  • આંખોમાં બળતરા અને દુખાવો થવો
  • સ્નાયુઓનો દર્દ થવો
  • લાલાશ પડતી ચામડી થઈ જવી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.