Abtak Media Google News
રાજકારણમાં કોઇ કાયમી દુશ્મન હોતું નથી !!!
જામકંડોરણામાં ભાગવત સપ્તાહમાં ડાયરામાં જાડેજા અને રાદડીયા પરિવારના સભ્યો વચ્ચે માથાકુટ થયાની વાતના છેદ ઉડાડતા પૂર્વ મંત્રી જયેશ રાદડીયા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા

જામકંડોરણામાં રાદડીયા પરિવાર  દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં લોકડાયરામાં પૈસા ઉડાડવાના મામલે રાદડીયા અને  જાડેજા પરિવારના સભ્યો વચ્ચે માથાકુટ અને મારામારી થયાની ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન આ વાતનો છેદ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઉડાડી દીધો છે. આવી કોઇ જ ઘટના બની ન હોવાનું તેઓએ ખુલાસો કર્યો છે. અને ખોટી વિડીયો પોસ્ટ વાયરલ થયાની ચોખવટ કરી હતી.

જામકંડોરણા માં રાદડીયા પરિવાર દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જયોતિરાદિત્યસિંહ (ગણેશભાઇ) જાડેજા ગયા હતા. ડાયરામાં પૈસા ઉડાડયા માટે પૈસા છુટા લેવા અંગે તુંકારો દેવાના મામલે માથાકુટ સર્જાય હતી. જેમાં વિઠ્ઠલભાઇ રાદડીયાના નાનાભાઇ રાજુભાઇ રાદડીયા અને જયોતિરાદિત્યસિંહ વચ્ચે માથાકુટ થઇ રહી જયેશ રાદડીયાના કાકાને જયોતિરાદિત્યસિંહે ફડાકા ઝીંકી દીધા હતા આ મામલમાં લલીત રાદડીયા પણ વચ્ચે પડયા હતા. જો કે તેઓને ત્યાં હાજર લોકોએ રોકી લીધા હતા.

ડાયરામાં થયેલી માથાકુટની વિડીયો પોસ્ટ વાયરલ થઇ હતી. દરમિયાન પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ આ ઘટના અંગે ખુલાશો કરતા જણાવ્યું હતું કે અમારા પરિવારો વચ્ચે છેલ્લી બે  પેઢીથી પારિવારિક સંબંધો છે. ડાયરામાં કોઇ જ પ્રકારની માથાકુટ થઇ નથી હિત શત્રુઓએ આ ખોટી વાત ફેલાવી છે જેમાં અમારા સમર્થકોએ દોરાવવું નહી તેવી પણ અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.