Abtak Media Google News

સામસામે ગોળીબારમાં પાકિસ્તાની આર્મીએ ચાર આતંકીઓનો ખાત્મો કર્યો

નોર્થ વઝીરિસ્તાન જિલ્લાના બોયા વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે પાંચ સૈનિકોના મોત થયા છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે પાકિસ્તાની સુરક્ષા દળોએ પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદ નજીક આતંકવાદીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બંને પક્ષો વચ્ચેની અથડામણમાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જો કે આ દરમિયાન સુરક્ષાદળોને ચાર આતંકીઓને ઠાર કરવામાં પણ સફળતા મળી હતી. ઇન્ટર-સર્વિસિસ પબ્લિકેશન રિલેશન્સે પાકિસ્તાની સૈનિકોને જાનહાનિના અહેવાલ આપ્યા છે.

ઇન્ટર-સર્વિસ પબ્લિકેશન રિલેશન્સે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, અગાઉની ગુપ્ત માહિતીના આધારે ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના બોયા વિસ્તારમાં સેનાએ સોમવારે એક ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ ફાયરિંગમાં સેનાએ એક કેપ્ટન સહિત પાંચ જવાનોને ગુમાવ્યા હતા. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે, અમે ચાર આતંકીઓને ઠાર કરવામાં પણ સફળતા મેળવી છે. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  પાકિસ્તાનની સેના આતંકવાદના ખતરાનો ખાત્મો કરવા પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે આપણા બહાદુર સૈનિકોના બલિદાનને સજા વિના જવા દેવામાં આવશે નહીં.

નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં આ પહેલીવાર નથી, જ્યાં સૈન્ય કાફલા પર વારંવાર હુમલા થાય છે. આ વર્ષે જુલાઈમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક જિલ્લામાં એક આત્મઘાતી બોમ્બરે તેની બાઇક લશ્કરી કાફલા સાથે અથડાવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા આઠ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અને અલગતાવાદીઓ ત્યાં સુરક્ષા દળો અને સરકારી અધિકારીઓ પર હુમલા કરતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.