Abtak Media Google News
  • પકિસ્તાનના ડ્રગ્સ માફિયા ગુલ મોહમંદે મોકલેલું હેરોઇન પંજાબના સોનું ખત્રીને મોકલ્યાંની કબૂલાત
  • ગુજરાત એટીએસએ બંને શખ્સોનો કબ્જો પંજાબ પોલીસને સોંપ્યો

પંજાબના લુધિયાણાંથી ટ્રકમાંથી પકડી પાડેલા 190 કરોડની કિંમતના 38 કિલો હેરોઈનના પ્રકરણનો રેલો કચ્છ સુધી પહોંચ્યો છે જેમાં ગુજરાત એટીએસએ લખપતના લક્કી ગામના બે યુવકોની ધરપકડ કરી છે. પાકિસ્તાનાથી ગુલ મોહમદ નામના ડ્રગ્સ માફિયાએ મોકલેલા હેરોઈનના કોથળા લખપત નજીક બુધા બંદર પાસે જમીનમાં દાટી છૂપાવી રાખવામાં આવ્યો હતો. અને તેને કચ્છ થી ટ્રક મારફત પંજાબ મોકલવામાં આવ્યો હતો.આ મામલે ગુજરાત એટીએસની ઉમર ખમીસા જત અને હમદા હારુન જત નામના બે મિત્રોની ધરપકડ કરી હતી. આ બંને શખ્સને પંજાબ પોલીસને સોંપ્યા હતા.

વિગતો અનુસાર પંજાબના લુધિયાનામાંથી પોલીસે રૂ. 190 કરોડના 38 કિલો હેરોઇનનો જથ્થો એક ટ્રકમાંથી પકડી પાડયો હતો. ટ્રકના ડ્રાઈવર કુલવિંદર સિંઘે કબુલાત કરી હતી કે આ હેરોઈન કચ્છમાંથી લોડ કરવામાં આવ્યું હતું. જેના મામલે ગુજરાત એટીએસ દ્વારા લોડ કરનાર અજાણ્યા શખ્શની શોધખોળ માટે કચ્છના લખપત તાલુકાના દયાપર પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે લક્કી ગામેથી ઉમર ખમીસા જત અને હમદા હારૃન જતની અટકાયત કરી છે.

બંને આરોપીઓની પુછપરછ દરમિયાન તેમણે આ ડ્રગ્સ પાકિસ્તાનના ગુલ મોહમંદ દ્વારા મોકલવામાં આવતો હોવાની કબુલાત આપી હતી. પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ગુલ મોહમંદના સંપર્કમાં ઉમર જત હતો. દરિયાઈ માર્ગે લખપતના બુધા બંદર નજીક ખાડી વિસ્તારમાં છેવાડાના લક્કી ગામ સુધી 190 કરોડનું હેરોઈન પહોંચાડાયું હતું. અને આ બંને મિત્રોએ ડ્રગ્સ જમીનમાં દાટી દીધું હતું. અને બે દિવસ બાદ ડ્રગ્સ લેવા માટે આવેલી પંજાબની ટ્રકના ડ્રાઈવર ક્લિનરને આ જથૃથો આપી દીધી હતો.

પંજાબમાં લુધિયાણા પોલીસને ટ્રક મારફતે ડ્રગ્સનો જથૃથો આવી રહ્યાની બાતમી મળી હતી. ચાલકે પોલીસને જોઈને ટ્રક ભગાડી મુકી હતી જોકે, પોલીસે પીછો કરીને ટ્રક પકડી પાડી હતી. ટ્રકની તપાસ કરતા તેના ટૂલ મોકસમાંથી તાલપત્રી અંદર વીંટળાયેલો ડ્રગ્સનો 38 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજિત રૂ. 190 કરોડ આંકવામાં આવી હતી. ટ્રકમાંથી પકડાયેલા ચાલક કુલવિંદર સિંઘ અને કલિન્ડર બીટ્ટુ પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ કે, આ ડ્રગ્સ કચ્છમાંથી કોઈ અજાણ્યો ઈસમ લોડ કરી ગયો હતો. અને આ જથ્થો પંજાબના રાજેશ કુમાર ઉર્ફે સોનુ ખત્રીએ મંગાવ્યો હોવાની કેફિયત આપી હતી. હાલ પંજાબ પોલીસની ટીમ આવતાં એટીએસએ ઉમર જત અને હમદા જતનો કબજો સોંપવાની કાર્યવાહી કરી છે.

ડ્રગ્સ ભરેલા બે બાચકાં બે દિવસ સુધી ઢોરવાડા પાસે નજીક દાટી રાખ્યા તા

ગુજરાત પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, ડ્રગ્સની હેરાફેરીમાં હિસ્સો બનેલા ઉમર અને હમદા જત નામના બે મિત્રો ઢોરવાડો ધરાવે છે અને ભેંસો ચરાવવાનું કામ કરે છે. આરોપીઓને પાકિસ્તાની શખ્સ બે થેલા આપી ગયો હતો અને તેને કહ્યું હતું કે, ફોન કરું એટલે જે માણસને કહું એને આ થેલા આપી દેજે.જેથી આરોપીઓએ ડ્રગ્સ ભરેલા બે બાચકાં બે દિવસ સુધી ઢોરવાડા પાસે અવાવરુ જગ્યામાં દાટી રાખ્યા હતા. બન્ને મિત્રોએ બે દિવસ સાચવીને પછી લખ્ખી ગામમાં ટ્રક આવી તેને ડ્રગ્સના થેલા આપી આવ્યા હતા.

પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો પંજાબના હિસ્ટ્રીસીટર રાજેશ કુમાર ઉર્ફે સોનુ ખત્રીએ મંગાવ્યો હતો

પાકિસ્તાનથી આ ડ્રગ્સનો જથથો પંજાબના રાજેશ કુમાર ઉર્ફે સોનુ ખત્રીએ મંગાવ્યો હોવાની કેફિયત પકડાયેલા આરોપીએ આપી હતી. આ રાજેશ હિસ્ટ્રીસીટર છે અને તેના પર પંજાબમાં હત્યા, ચોરી અને ડ્રગ્સની હેરાફેરી સહિત 19 ફરિયાદ નોંધાયેલી છે. આ મામલે પંજાબ પોલીસે ગુજરાત એટીએસને ઘટનાની જાણ કરતા એટીએસ દ્વારા બાતમીના આાધારે કચ્છના લખપતના દયાપરમાં ધામા નાખ્યા હતા. ત્યારબાદ લકકી ગામના બેની ધરપકડ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.