Abtak Media Google News

માળીયા અને હળવદ હાઇવે પર સ્ત્રી વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લુંટી લેતી તેમજ તાજેતરમાં એક ડ્રાઈવરને મારમારી ખુન કરી લુટ કરનાર ડફેર ગેંગના બે સાગરીતો ઝડપાયા બાદ માળીયા પોલીસે વધુ બે ડફેર શખસોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ તા ૧૫ મે ના રોજ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લુટી લેવાના તથા ટ્રક ચાલકને  માર મારી ખુન કરી લુટ કરવાના બે બનાવો બનવા પામેલ જે ગુનામા અગાઉ પકડાયેલ આરોપીમા ડફેર ગેંગના માણસો ના નામ ખુલવા પામેલ હતા, આ બનાવ અતી ગંભિર હોય જેના અન્ય આરોપીઓ તાત્કાલીક શોધી કાઢવા માટે સૂચના મળતા માળીયા પોલીસે અન્ય બે ડફેરો શખ્સોની ગાંગડ ગામ તથા રેથલ ગામ તા સાણંદ થી દબોચી લઈ ધરપકડ કરવામા આવેલ હતી.

વધુમાં માળીયા પોલીસે આરોપી નં (૧) લાલાભાઈ કાવાભાઈ ડફેર ઉ.વ.૨૧ રહે. ગાંગડ તા. બાવળા જિ. અમદાવાદ તથા (૨) અકબરભાઈ સુમારભાઈ ડફેર રહે રેથલ તા. સાણંદ. ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કાર્યવાહી પીએસઆઇ જે.ડી.ઝાલા, પો.હેડ.કોન્સ રમેશભાઈ મહાદેવભાઈ ગોહિલ, પો.કોન્સ ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયા,  પો.કોન્સ શક્તિસિહ કિશોરસિહ જાડેજા,  પો.કોન્સ ખાલીદખાન રકિકખાન તથા પો.કોન્સ શૈલેષકુમાર બાબુભાઈ સાહિતનાઓએ ટીમ બનાવી ડફેર ગેંગના સાગરીતોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામા આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.