Abtak Media Google News

મુઠભેડમાં મેજર સહિત ૬ સૈનિકો અને ૨ સ્થાનિકો ઘવાયા

પૃથ્વી પરનાં સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા જયારે કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવામાં આવી ત્યારબાદ કાશ્મીર પ્રાંતમાં ખુબ શાંતીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરનાં વિસ્તારોમાં આતંકીઓ મુઠભેદ કરી સૈનિકોને ઈજાગ્રસ્ત કરી રહ્યા છે જયારે વળતો જવાબ આપી ઘણાખરા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે ત્યારે દક્ષિણ કાશ્મીરનાં સોપીયન જિલ્લામાં અલકાયદા કાશ્મીરીનાં વડા સહિત બે આતંકીઓને મુઠભેદમાં ઠાર મારવામાં આવ્યા હતા જેમાં મેજર સહિત ૬ સૈનિકો અને ૨ સ્થાનિકો ઘવાયા હતા. ઓપરેશન ચાલુ થયા બાદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ મુઠભેદ ૨૪ કલાક સુધી લાંબી ચાલી હતી. મુઠભેદ પૂર્ણ થતા જ છુપાયેલા કાશ્મીરી અલકાયદાનાં મુખ્યા બુરહાન મજીદ કોકા, નાસીર ભટ્ટ અને ઉમર ફૈદાહીમનાં મૃતદેહ મળી આવ્યા હતા. સુરક્ષા જવાનો દ્વારા આતંકીઓ પાસેથી બે એકે-૪૭ રાઈફલ, રિવોલ્વર તથા એમ્યુનેશનનો જથ્થો મળી આવ્યો હતો. મુઠભેદમાં જે ૮ લોકો ઘવાયા છે તે તમામની સ્થિતિ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે અને ઈજાગ્રસ્ત મેજર સહિતનાં ૬ સૈનિકો અને ૨ સ્થાનિકોને મિલિટ્રીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુઠભેદમાં જે સ્થાનિકો ઘવાયા છે તે બંને મેલહુરાનાં રહેવાસી હોવાનું પણ ખુલ્યું હતું. કાશ્મીરી અલકાયદાનો મુખ્યા બુરહાન મજીદ કોકા ત્રીજો મુખ્યા હોવાનું પણ ખુલ્યું છે જે પૂર્વે હમીદ લોનેને ગત ઓકટોબર માસમાં ઠાર મારવામાં આવ્યો હતો. જયારે મે માસમાં જાકીર રસીદ ભટ્ટ અને તેનો સાગરીત જાકીર મુસાને પણ સુરક્ષાકર્મીઓએ એન્કાઉન્ટમાં માર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.