Abtak Media Google News

ઠાર મરાયેલા લશ્કર એ તોયબાના આતંકી હોવાનું અનુમાન હથિયાર-દારૂગોળા સહીતનો મુદ્દામાલ કબ્જે કરાયો

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે.  છેલ્લા 24 કલાકમાં ઉત્તર કાશ્મીરના જોડિયા જિલ્લામાં બે અલગ-અલગ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીર પોલીસે કલાકો દરમિયાન ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં પટ્ટનના ક્રેરી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.

એક ટોચના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે, ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જો કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી મળી નથી. અગાઉ કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું હતું કે, બારામુલ્લાના વાનીગામ પાયેન ક્રીરી વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે.

ઓપરેશન પર દેખરેખ રાખતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે ક્રેરીમાં નિશાચર કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે સૈન્ય દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળની નજીક પહોંચી, છુપાયેલા આતંકવાદીઓએ શોધકર્તા પક્ષ પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ સૈન્ય દ્વારા જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  એડીજીપી કાશ્મીર વિજય કુમારે ઓપરેશન અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે, બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, એક એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ સહિતનો મુદ્દામાલ જેમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.  કુમારે ઉમેર્યું, બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એલઈટીના સ્થાનિક આતંકવાદીઓ છે અને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના શાકિર માજિદ નજર અને હનાન અહમદ સેહ તરીકે ઓળખાય છે,

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં આ બીજી અથડામણ છે. ગઈકાલે સવારે કુપવાડાના સરહદી જિલ્લાના માછિલ સેક્ટરમાં એલઓસી પર બે ઘૂસણખોરો માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે જે એલઓસી પર હજુ પણ સર્ચ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.