Abtak Media Google News

ચોરીના ગુનામાં છુટેલા શખ્સે ફરી બે ગેરેજ સંચાલકના પાકીટ સેરવી લીધા

રિક્ષામાં બેસતા મુસાફરોની નજર ચુકવી પાકીટ તફડાવતા બે શખ્સોને સેટેલાઈટ ચોક પાસેથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી પૂછપરછ કરતા તેને કુવાડવા રોડ પર અને ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી રિક્ષામાં બેસાડેલા બે ગેરેજ સંચાલકની નજર ચુકવી રૂા.૩૭ હજારની રોકડ સાથેના પાકીટ સેરવી લીધાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રિક્ષા અને રોકડ કબ્જે કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા પટેલ વિહાર પરોઠા હાઉસ પાસે રહેતા અને ગોંડલ ચોકડી પાસે રૂદ્ર ઓટો નામના ગેરેજ કામ કરતા ઘનશ્યામભાઇ કાળુભાઇ વસાણી ગત તા.૧૯મીએ પોતાના ગેરેજે જવા માટે કુવાડવા રોડ પરથી રિક્ષામાં બેઠો ત્યારે તે રિક્ષામાં બેઠેલા અન્ય એક મુસાફરે પોતાને ઉલ્ટી થતી હોવાનું કહી રિક્ષા ઉભી રખાવ્યા બાદ તમારા કપડા ખરાબ થશે તેમ કહી પોતે રિક્ષાનું સ્પેશ્યલ ભાડુ આપી દેશે તેમ કહી ઘનશ્યામભાઇ વસાણીને રિક્ષામાંથી ઉતારી બંને શખ્સો જતા રહ્યા હતા તે દરમિયાન તેમની નજર ચુકવી રૂા.૨૦ હજારની રોકડ સાથેનું પાકીટ સેરવી લીધું હતું.

Advertisement

જ્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી સોસાયટીમાં રહેતા અને ટુ વ્હીલનું ગેરેજ ધરાવતા અમિત મુકેશભાઇ કાકડીયા ગઇકાલે ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી એક મુસાફર સાથે પસાર થતી રિક્ષામાં બેઠા બાદ થોડે દુર જઇ રિક્ષા ઉભી રાખી અમિતભાઇ કાકડીયાને ઉતારી બંને શખ્સો જતા રહ્યા બાદ પોતાના પેન્ટના ખિસ્સામાં તપાસ કરતા તેમનું રૂા.૧૭ની રોકડ સાથેનું પાકીટ બંને શખ્સોએ સેરવી લીધા અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બંને ચોરીના ગુનામાં સંડોવાયેલા ભગવતીપરાના અમિત રાજુ ડોડીયા અને માલધારી આજી વસાહતમાં રહેતા અનિલ પ્રવિણ રાઠોડ નામના શખ્સોની સંડોવણી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. એસ.વી.સાખરા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ માલકીયા, યોગીરાજસિંહ જાડેજા, મહોસીનભાઇ મલેક સહિતના સ્ટાફે બંને શખ્સોને સેટેલાઇ ચોક પાસેથી ઝડપી લેતા બંને શખ્સો પાસેથી રૂા.૧૧ હજાર રોકડા અને રિક્ષા કબ્જે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.