Abtak Media Google News
  •  પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ થયો
  • સફેદ વાઘની સંખ્યા ૧૦ થઇ

રાજકોટ ન્યૂઝ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.7F5F854D C099 4A73 Bf34 A1547644Efc1

ઝૂ ખાતે સફેદ વાઘ બાળનો જન્‍મ 

સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ૧૦૫ ‍દિવસના ગર્ભાવસ્‍થાના અંતે તા.૨૫/૦૩/૨૦૨૪ના રોજ સાંજના સમયે વાઘ બાળ જીવ-૦૨(બે)નો જન્‍મ થયેલ છે. માતા ગાયત્રી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.

રાજકોટ ઝૂ ખાતે અગાઉ સફેદ વાઘમાં થયેલ બ્રીડીંગની વિગત

(૧) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.૦૬/૦૫/૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૦૧ માદાનો જન્મ થયેલ.
(૨) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૬/૦૫/૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૦૪ માદાનો જન્‍મ થયેલ.
(૩) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૦૨/૦૪/૨૦૧૯ના રોજ સફેદ વાઘ બાળ ૦૪ (નર-૦૨ માદા-૦૨)નો જન્‍મ થયેલ.
(૪) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૮/૦૫/૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ ૦૨ (બે) નરનો જન્‍મ થયેલ.
(૫) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ ૦૨ (બે) નરનો જન્‍મ થયેલ.
આમ સફેદ વાઘણ ગાયત્રી દ્વારા અત્‍યાર સુધીમાં કુલ ૧૨ બચ્‍ચાંઓનો જન્‍મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ ૧૫ (પંદર) સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલ છે.

રાજકોટ ઝૂમાં સફેદ વાઘનું આગમન

વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન વન્‍યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહ જોડી ૦૧ આપવામાં આવેલ. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ૫વામાં આવેલ.

ઝૂમાં સફેદ વાઘની સંખ્‍યા

૦૧.  કાંકરીયા ઝૂ, અમદાવાદ ૨૦૧૭-૧૮ સફેદ વાઘ માદા-૦૧
૦૨ . છતબીર ઝૂ, પંજાબ ૨૦૧૯-૨૦ સફેદ વાઘ માદા-૦૧
૦૩ .રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂના ૨૦૨૦-૨૧ સફેદ વાઘ માદા-૦૧
૦૪.  ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર ૨૦૨૦-૨૧ સફેદ વાઘ નર-૦૧, માદા-૦૧
૦૫ . ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સુરત ૨૦૨૧-૨૨ સફેદ વાઘ નર-૦૧, માદા-૦૧

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ–૦૨નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા ૧૦ થઇ ગયેલ છે. જેમાં નર-૦૩, માદા-૦૫ તથા બચ્ચા-૦૨નો સમાવેશ થાય છે. હાલ ઝૂ માં જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ-૫૬૪ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.