Abtak Media Google News

રાજકોટ શહેરના ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક એક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને ફંગોળતા બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાને લઇને પોલીસ દોડી ગઇ હતી. તેમજ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતા ભારે અરેરાટી ફેલાઇ હતી. પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આવેલી આસ્થા રેસીડેન્સીમાં રહેતા રાજુભાઇ (ઉ.40) અને ઉમડભાઇ બાઇક પર ડબલ સવારી જઇ રહ્યા હતા ત્યારે જીજે 3 એટી 4932 નંબરના ટ્રકે ફંગોળતા બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.