Abtak Media Google News

પરોઢે થયેલી બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે મકાનને ડીઝલ છાંટી આગ ચાંપી દીધી: બંને યુવાનને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતા નોંધાતો હતો

અમરેલીના કુકાવા રોડ પર સામાન્ય તકરાર થયા બાદ રાત્રીના સમયે બે વ્યક્તિ રૂમમાં સુતા હતા ત્યારે બહારથી રૂમનો દરવાજો બંધ કરી ડિઝલ છાંટીને બંનેની હત્યાના ઇરાદે દીવાસળી ચાંપી દીધી હતી અને બે વ્યક્તિઓને જીવતા જ સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. બંને વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે.

Advertisement

આ અંગે અમરેલીના નિલેશભાઈ ગોહિલએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અમરેલીમાં કુકાવાવ રોડ પાસે ઇટુંના ભઠ્ઠા પાસે આવેલા મારૂતી એન્ટર પ્રાઇઝમાં મજૂરી કામ કરતા હતા અને તેજ એજન્સીના ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા જયંતીભાઈને  સુલતાન મહમદ ઉંમર 18 વર્ષ અને દિનેશ રાઠોડ સાથે દિવસ દરમિયાન કોઈ કારણો સર રકઝક થઈ હતી જેને મગજમાં રાખી આરોપી જયંતિ કાનજીભાઈ કોળીએ રાત્રે 2:30 કલાકે રૂમ ઉપર સુલતાન અને દિનેશ ભર ઊંઘમાં સૂતા હતા ત્યાં આવી બંનેની હત્યા નિપજાવવના ઇરાદે બહારથી દરવાજો બંધ કરી દિધો હતો. ત્યાર બાદ ડીઝલ જેવો પદાર્થ રૂમમાં છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. ત્યારબાદ રબ્બરની ટ્યુબ સળગાવી અંદર નાખી જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાની કોશિશ કરી હતી.

અંદર સૂતેલા દિનેશ અને સુલતાન આગથી ઘેરાઈ ગયા હતા અને બચવા માટે દરવાજામાં પાટા મારવા લાગ્યા હતા. અંતે દરવાજાની સ્ટોપર તોડવામાં સફળતા મળી હતી અને બંને લોકો બહાર નીકળી જતા જીવ બચાવ્યો હતો. બંને ગંભીર રીતે દાઝી જતા અમરેલી શાંતબા જનરલ હોસ્પિટલ બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તેની સારવાર ચાલી રહી છે. આ અંગેની જાણ થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને આરોપી જયંતી સામે બે વ્યકિતને જીવતા સળગાવીને હત્યાનો પ્રયાસ કરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે અરેરાટી પ્રસરી જવા પામી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.