Abtak Media Google News

વણપરીના વળાંકમાં બંને કાર સામસામે અથડાતા છ ઘવાયા

પડધરી નજીક વણપરીના વળાંકમાં ઇકો અને મારૂતિ સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જામનગરના બે યુવાનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

Advertisement

ઇકોમાં બેઠેલા છ મુસાફરો ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર-રાજકોટ રૂટ પર ચાલતી ઇકો વણપરી નજીક પહોચી ત્યારે સામેથી આવતી મા‚તિ ફન્ટી ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જામનગરના વિભાપર ગામના હસમુખ ગોવિંદભાઇ લીંબાસીયા અને જીતેન્દ્ર ધનજીભાઇ મોલીયાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ઇકોમાં બેઠેલા રાજકોટના મુસ્તુફા અબ્બાસ, સુરેશ કાળુભાઇ, મુંજકાના જનક મનુભાઇ ચૌહાણ, બજરંગવાડીના રાહુલ કિશોરભાઇ, દિવાનપરાના જુબેદાબેન સેજલભાઇ, શિતલપાર્કના જયેશ ગીરધરભાઇ ઘેલાણી ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માતના કારણે બંને કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતના બનાવની પડધરી પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.