Abtak Media Google News

જમીન ઉપર હવે પેશકદમી નહીં થઈ શકે: દબાણ થશે તો કલેકટર, મામલતદાર અને સર્કલ ઓફિસરને મેસેજ મળશે

સરકારની સુચના અને રાજકોટ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ યુએલસીના પ્લોટ પર જીઓ ટ્રેકિંગ સીસ્ટમ લગાવવાનું કામ શ‚ કરવામાં આવ્યું હતું જે આજરોજ પૂર્ણ થઈ જવાનું છે. આ આધુનિક ટેકનોલોજી ધરાવતી સીસ્ટમની મદદથી જમીન ઉપર જો હવે કોઈ દબાણ થશે તો કલેકટર, મામલતદાર અને સર્કલ ઓફિસરને મેસેજ મળી જશે. રાજકોટના કુલ ૮૪ ખુલ્લા પ્લોટ ઉપર આ સીસ્ટમ લગાવવામાં આવી છે.

તાજેતરમાં સરકારે યુએલસીના ખુલ્લા પ્લોટ પર જીઓ ટ્રેકિંગ સીસ્ટમ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો જેના પગલે રાજકોટમાં પણ કલેકટરના માર્ગદર્શન હેઠળ આ કામ પુરજોશમાં ચાલી રહ્યું હતું. જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા કલેકટરની સુચના હેઠળ તમામ મામલતદાર અને સર્કલ ઓફિસરે આ કામગીરી હાથ ધરી હતી. જેમાં રાજકોટના ૮૪ ખુલ્લા પ્લોટ ઉપર જઈને રેવન્યુ સ્ટાફ દ્વારા કયો વિસ્તાર, કેટલા વર્ષ જૂનો છે, દબાણ છે કે નહીં, અગાઉ દબાણ હતુ કે નહીં, જો દબાણ હતુ તો કયારે હટાવાયું, કેટલા ચો.મી.નો વિસ્તાર છે. આજની સ્થિતિ શું છે વગેરે માહિતી મેળવી ડેટા તૈયાર કર્યો હતો.

આ અદ્યતન ટ્રેકિંગ સીસ્ટમની મદદથી યુએલસીના ખુલ્લા પ્લોટ પર જો કોઈ દબાણ થશે તો તુરંત જ કલેકટર, મામલતદાર અને સર્કલ ઓફિસરને મેસેજ મળશે. યુએલસીના ખુલ્લા પ્લોટ ઉપર પેશ કદમીના અનેક બનાવો સામે આવતા હતા ત્યારે આ ટ્રેકિંગ સીસ્ટમ આવા બનાવો અટકાવવા માટે ખુબજ મદદરૂપ થવાની છે. આજરોજ આ ટ્રેકિંગ સીસ્ટમ લગાવવાનું કામ પૂર્ણ થવાનું છે. તબકકાવાર આ ટ્રેકિંગ સીસ્ટમ તમામ સરકારી જમીનો ઉપર લગાવવામાં આવે તેવી શકયતાઓ હાલ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.