Abtak Media Google News

રાજુલાના કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં આસિસ્ટન વાઈસ પ્રેસિડેન્ટે ગળાફાસો ખાય આપઘાત કરતા ચકચાર મચી ગયો છે.

રાજુલા તાલુકાના કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં તાજેતરમાં ડેપ્યુટીસેન ઉપર આવેલ વિનોદ ત્રિપાટી અલ્ટ્રાટેક કંપનીમાં આસિસ્ટન વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. અને કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. અને અહીં રૂમની અંદર ગળાફાસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પીપાવાવ મરીન પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસનો દોર શરૂ કર્યો હતો.

લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઘટના બનતા સમગ્ર કોલોની વિસ્તાર અને આસપાસ આવેલ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અને મોટા પ્રમાણમાં પરપ્રાંતી લોકો અહીં વસવાટ કરી રહ્યા છે.  અને વિનોદ ત્રિપાટી આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ યુપીના ગોરખપુર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ 2 મહીના પહેલા સુરતના મગદલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં અહીં ડેપ્યુટીટેશન ઉપર આવ્યા હતા. અને આપઘાતનું પગલું ભરતા કંપનીમાં શોકમય માહોલ છવાયો છે. અને આપઘાત પાછળનું કારણ અકબંધ છે. અને કોઈ કારણ બહાર આવ્યું નથી.

અલ્ટ્રા ટેક સિમેન્ટ કુ.માં આ અગાઉ પણ એક અધિકારી સિદ્દીકી એ પણ આપઘાત કર્યો હતો.

શું આ બનાવમાં ઓવાર વર્ક લોડ કે બીજું કંઈ કારણ છે? તેવો વેધક સવાલ લોકો માંથી ઉઠી રહ્યા છે.સમગ્ર ઘટના મામલે પીપાવાવ મરીન પોલીસ તપાસ કરી રહી છે .

આ બનાવ મા કોઈ સુસાઇટ નોટ મળી છે કે કેમ? તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. તેમજ ઉદ્યોગ ગૃહોના મામલે તપાસ પણ તટસ્થ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. જોઇએ આવનારા સમયમાં શું થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.