Abtak Media Google News

કેબીનેટ મંત્રી આર.સી.ફળદુની મહેનત રંગ લાવી: કાલે વાઘા બોર્ડરથી ભારત પરત ફરશે

કેન્સરથી પિડાતા ઉનાના પાલડી ગામના માછીમારને પાકિસ્તાને જેલમુકત કર્યા છે. આવતીકાલે તેને વાઘા બોર્ડર મારફત ભારત પરત મોકલશે. ઉનાના પાલડી ગામના ૩૯ વર્ષીય માછીમાર દાના અરજણ ચૌહાણને પાકિસ્તાન સતાવાળા દ્વારા તા.૨૬/૪/૨૦૧૭ના રોજથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓના પત્ની ‚રૂડીબેન દાના ચૌહાણ દ્વારા તેઓને મળેલ માહિતી મુજબ દાના અરજણ ચૌહાણ પાકિસ્તાન જેલમાં કેન્સરની બિમારીથી પીડીત હોય અને તેઓનો રોગ વધતો જતો હોય તેઓને મુકત કરાવવા માટે પાલડીના સરપંચ દ્વારા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુને તા.૨૨/૫/૨૦૧૮ના રોજ રજુઆત કરવામાં આવેલ છે જે સંદર્ભે મંત્રી દ્વારા અંગતરસ લઈ સચિવ (મત્સ્યોધોગ) તથા મત્સ્યોધોગ નિયામકને તાત્કાલિક તેઓને મુકત કરાવવાની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

Advertisement

મત્સ્યોધોગ નિયામક દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયને આ સંદર્ભે ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ. ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સતાવાળાઓને આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આકસ્મિક તબીબી સંજોગોને પ્રાધાન્ય આપવા અને માછીમાર દાના અરજણ ચૌહાણને તાત્કાલિક અસરથી મુકત કરવા અનુરોધ કરવામાં આવેલ જે સબબ તેઓને તા.૨૯/૬/૨૦૧૮ના રોજ પાકિસ્તાન ખાતેની જેલમાંથી મુકત કરી વાઘા બોર્ડર મારફત ભારત ખાતે પરત મોકલવામાં આવનાર છે. અન્ય એક માછીમાર રામા માનસી ગોહેલને મુકત કરવામાં આવનાર છે.  આ બાબતે રાજય સરકારના મંત્રી આર.સી.ફળદુની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સુચારુ વ્યવસ્થા ગોઠવીને એક વર્ષ આસપાસના ટુંકાગાળામાં આ બંને માછીમારોને હેમખેમ વતનમાં પરત લાવવાની વ્યવસ્થા મત્સ્યોધોગ નિયામક દ્વારા કરવામાં આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.