Abtak Media Google News

ઉના તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે હાથ ધર્યું અનોખું અભિયાન પ્રાચીન પરંપરા અને ધાર્મિક યજ્ઞ દ્વારા કરી રહ્યા છે આધુનિક ખેતી. રાસાયણિક ખાતરોને તીલાંજલિ આપીને ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા શાકભાજી અને ફળ, પાકોનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પણ દિશાસૂચક બન્યા છે.

Advertisement

Img 20180412 Wa0217ગીર સોમનાથ જિલ્લાનાં જે વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તાર એટલે કોડીનાર, ઉનાનો વિસ્તાર. આ ભૂમિ પર દુષ્કાળ આજે પણ જોજનો દૂર રહ્યો છે. આ ભૂમિના કેટલાક ધરતીપુત્રો આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને દેશી તેમજ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.

ઉના નો આ શિક્ષિત ખેડૂત દેશી અને વિદેશી પદ્ધતિનો યોગ્ય સુમેળ સાધીને આજે બાગાયતી પાકોનું સફળ વાવેતર કરીને સારી આર્થિક કમાણી કરી રહ્યો છે. ઉના તાલુકામાં મૉટે ભાગે ખારાશ વાળી જમીન હોવાને કારણે આ વિસ્તારમાં મર્યાદિત અને ચોક્કસ પ્રકારના પાકો ખેડૂતો લઇ શકે છે. પરંતુ યુવા અને સાહિત્યમાં સ્નાતક મહેશભાઈએ તમામ મર્યાદાઓને પડકારીને આજે ઓર્ગેનિક ખેતીમાં સફળતા મેળવી છે.

Img 20180412 Wa0231હરેશભાઇ(ખેડૂત): સાહિત્યમાં સ્નાતક અને જન્મથી ખેડૂત એવા યુવા મહેશભાઈ છેલ્લા 5 વર્ષથી ખેતી કરી રહ્યા છે. આ પહેલા તેમના પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એક ખેડૂતનો જીવ અને સાહિત્યમાં સનાતક યુવા ખેડૂત આજે તેમના ખેતરમાં અગ્નિહોત્ર યજ્ઞ બાદ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ગ્રીન હાઉસમાં દરરોજ ગીર ગાયના ઘી થી યજ્ઞ કરીને વાતાવરણને શુદ્ધ કરે છે. ગ્રીન હાઉસમાં દેશી ઘીનો યજ્ઞ કરવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા અને નકારાત્મ ઉર્જાનો નાશ થાય છે. અને વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ વધે છે.

Img 20180412 Wa0225આથી ખેતરમાં જે કઈ પણ પાકો વાવ્યા હોય તેમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવાથી પાકની માવજત ઓછી કરવી પડે છે. અને બદલામાં સારા ઉતારા મળતા વધુ સારું આર્થિક હૂંડિયામણ મળી શકે છે.જેને લઈને આ યુવા ખેડૂત દ્વારા બાગાયતી પાકોનું સફળ વાવેતર કરીને 4 વીઘામાં શાકભાજી અને ફળનાં છોડમાં દેશી ગીર ગાયના છાણ અને મુત્રનું મિશ્રણ કરીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરે છે. જેના થકી આજે આ ખેડૂત શુદ્ધ તથા આરોગ્યપ્રદ શાકભાજી અને ફળોનું ઉત્પાદ મેળવી રહ્યા છે.

Img 20180412 Wa0226સરકાર દ્વારા આધુનિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા નિર્ધારણ કરેલી એજન્સીઓ દ્વારા ખેડૂતને 40 લાખ જેટલી સહાય આપવામાં આવે છે. જેમના 20 લાખ રાજ્ય સરકાર જે તે એજન્સીઓને ચૂકવી આપે છે. બાકી વધતા 20 લાખ ખેડૂત દ્વારા ચૂકવવાના હોય છે. પરંતુ આ યુવા ખેડૂતે માત્ર 16 લાખમાં તમામ સેડ ઉભા કરીને સરકારના 20 લાખ અને તેના પોતાના 4 લાખની બચત કરીને તેમની કોઠા સુઝનો પરિચય પણ આપ્યો છે.

Img 20180412 Wa0230 1આ વખતે મહેશભાઈ એ પોતાની જમીનમાં ઓર્ગેનિક ટમેટા, કારેલાં તેમજ અન્ય બાગાયતી પાકોનું વાવેતર કરી અઢળક કમાણી કરી છે.મોટેભાગે ટમેટાનો છોડ હોય છે. પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ટમેટા ના વેલા જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.