Abtak Media Google News

પ્રમુખ સહિત પાંચ હોદેદારો અને ૬ કારોબારી સભ્ય સર્વાનુમતે ચૂંટાયા

રાજકોટ કલેઈમ બાર એસોસીએશનની યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ સહિત પાંચ હોદેદારો અને સાત કારોબારી સભ્યોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે કે.જે.ત્રિવેદી, ઉપપ્રમુખ જી.આર.પ્રજાપતિ, સેક્રેટરી એસ.ટી.જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જે.બી.નારીગરા અને ટ્રેઝરર બી.સી.પટ્ટણી જયારે કારોબારી સભ્ય તરીકે પ્રિયાંક ભટ્ટ, શૈલેષ પંડયા, સ્તવન મહેતા, જયોતિબેન શુકલ, વી.એમ.વાઢેર, કલ્પેશ નશીત અને ઈરફાન મારવીયા સહિતની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

શહેરના કલેઈમને લગતા પ્રશ્ર્નો માટે કલેઈમ બાર હંમેશા લડત આપી રહી છે અને સમગ્ર રાજયમાં યોજાનાર લોક અદાલતમાં રાજકોટ શહેર કલેઈમના સૌથી વધુ કેઈસોમાં સમાધાન કરી, કરાવી અને અરજદારો તથા વિમા કંપનીને વિશ્ર્વાસમાં લઈને ઉતમ કામગીરી બજાવી પ્રથમ સ્થાન મેળવેલું છે. જાગૃત એડવોકેટ કે.જે.ત્રિવેદીની બીજી વખત પ્રમુખ તરીકે કલેઈમ બારના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર વકીલ મંડળ દ્વારા તેમના ઉપર અભિનંદનની વર્ષા થઈ
રહેલ છે.

રાજકોટના સીનીયર એડવોકેટ અને કેન્દ્રના લો કમિશનના મેમ્બર અભયભાઈ ભારદ્વાજ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, બાર એસોસીએશનના પ્રમુખ અનિલભાઈ દેસાઈ, કલેઈમ બારના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, મયુરસિંહ ઝાલા, સુનીલભાઈ મોઢા, જે.જે.ત્રિવેદી, પી.આર.દેસાઈ, ડી.આર.ચૌધરી, એન.આર.શાહ, એ.કે.જોષી, એચ.સી.સાયાણી અને ગોપાલ ત્રિવેદી વિગેરે મિત્રોએ કલેઈમ બાર હોદેદારોને અભિનંદન પાઠવેલા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.