Abtak Media Google News

સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત મોટી સંખ્યામાં સ્વચ્છતાગ્રહીઓ એ શ્રમદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો

યોજના અને વિકાસ પ્રાધિકરણના સભ્યસચિવ મોહિતમિશ્રાના નેતૃત્વમાં સેલવાસ ને સ્વચ્છ તેમજ સુંદર બનાવવા માટે સ્વચ્છતા જ સેવા વિષય અંતર્ગત દમણગંગા રિવરફ્રંટ, સેલવાસમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેના આયોજનનો ઉદેશ્ય શ્રમદાન અને સાફ સફાઈનો માહોલ બનાવી સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો હતો.Whatsapp Image 2018 09 25 At 4.53.16 Pm

આ કાર્યક્રમમાં યોજના તેમજ વિકાસ પ્રાધિકરણના બાબુભાઈ વલવી, હિરેન રાઠોડ, અજિત જોન અને અન્ય કર્મચારીનો તથા સેલવાસ નગરપાલીકાના સ્વચ્છતા અધિકારી મેઘા લાખાણી સફાઈ નિરીક્ષક મોનીટર અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત દમણગંગા રિવરફ્રટથી કરી ત્યારબાદ સેલવાસ નગરપાલીકા દ્વારા સાંજે ૪ વાગે હિરવા વન ઉધાન પીપરીયામાં સ્વચ્છતા જ સેવા અંતર્ગત શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં સેલવાસ નગર પરિષદના સ્વચ્છતા અધિકારી મેઘા લાખાણી તેમજ અન્ય કર્મચારી ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સ્વચ્છતાગ્રહીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ૧ કલાક શ્રમદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.