Abtak Media Google News

સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાઇ: શહેરના ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા

વર્ચ્યુઅલ જનસંવાદમાં ધનસુખ ભંડેરી, નીતિન ભા૨ધ્વાજ, અંજલીબેન ‚પાણી, ગોવિંદભાઈ પટેલ, અ૨વિંદ રૈયાણી,  લાખાભાઈ સાગઠીયા,  બીનાબેન આચાર્ય,  ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ જોડાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ્ તા.૩૦ મે, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલ છે ત્યારે મોદી સ૨કારે પ્રથમ કાર્યકાળની અનેક સિધ્ધી અને લોકહીતકારી યોજનાઓ કી  સૌનો સા- સૌનો વિકાસ ના સંકલ્પ અને દેશની એક્તા, અખંડીતતા, તેમજ સુ૨ક્ષાને સુનિશ્ર્તિ કરી છે. ત્યારે પ્રદેશ ભાજપની સુચના અનુસા૨ શહે૨ ભાજપ ધ્વારા વિવિધ વર્ચ્યુઅલ – ડિજિટલ કાર્યક્રમો યોજાઈ ૨હયા છે તે અંતર્ગત  શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ના માર્ગદર્શન હેઠળ શહે૨ના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા વર્ચ્યુઅલ જનસંવાદ યોજાયો હતો.

આ વર્ચ્યુઅલ જનસંવાદમાં પ્રદેશ કાર્યાલય ખાતેી વીડીયો કોન્ફ૨ન્સના માધ્યમી પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને શહે૨ના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કાર્યર્ક્તાઓ સો જોડાઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધિઓ તેમજ વૈશ્ર્વિક મહામારી કોરોના વાય૨સ સંબધિત માહિતીની છણાવટ કાર્યર્ક્તાઓ સો કરેલ હતી, વધુમાં તેઓએ જણાવેલ કે આજે વૈશ્ર્વિક કોરોના મહામારીને નાવા સ૨કા૨ની સો દેશની જનતા કોરોના સામે ૨ક્ષ્ણ મળી ૨હે તે માટે એકજૂટ ઈને લડી ૨હી છે તે ખુબ પ્રશંસનિય અને અભિનંદન ને પાત્ર છે. નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભ૨ ભા૨તના સંકલ્પને સિધ્ધ ક૨વા માટે રૂ। ૨૦ લાખ કરોડનું પેકેજ જાહે૨ કરીને દેશનું તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  આત્મનિર્ભ૨ ગુજરાત પેકેજ જાહે૨ કરીને રાજયના ર્અતંત્રને વેગવંતુ બનાવવા ઐતિહાસિક નિર્ણય લીધો છે.

દેશ અને રાજય એ ર્આથિક, સામાજીક અને વૈશ્ર્વિક સહીત અનેકક્ષેત્રે હ૨ણફાળ ભરી છે. ત્યારે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ રાજકોટ ખાતેથી આ વર્ચ્યુઅલ જનસંવાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરી આગામી કાર્યક્રમોની માહિતી આપેલ હતી. તેમજ શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માંકડે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભ૨ ભા૨ત ના અભિયાન ને વેગવંતુ બનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા. આ તકે રાજકોટ શહે૨ ખાતે વીડીયો કોન્ફ૨ન્સના માધ્યમી આ વર્ચ્યુઅલ સંવાદમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, અંજલીબેન રૂપાણી, મેય૨ બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અ૨વીંદ ૨ૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, કાર્યક્રમના સહ ઈન્ચાર્જ વિરેન્દ્રસિહ ઝાલા સહીતના અગ્રણીઓ તેમજ શહે૨ભ૨ના પ૦૦ થી વધુ કાર્યર્ક્તાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.