Abtak Media Google News

ગોંડલ-જૂનાગઢ ધોરી માર્ગ પર આવેલા જામવાડી ગામ નજીક ઓમ શિવ હોટલ પાસે ઇજાના નિશાન સાથે લોહી લુહાણ હાલતમાં મહિલા પડી હોવાની તાલુકા પોલીસ મથકને જાણ થતા દોડી જઇ મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલે ખસેડી મહિલાની ઓળખ અને શું કામ હત્યા કરી તે મુદ્ે તપાશનો ધમધમાટ આદર્યો છે.

Advertisement

તાલુકા પોલીસે મહિલાની ઓળખ મેળવવા અને સીસીટીવી ફૂટેજના આધારે ખુનનો ભેદ ઉકેલવા તપાસ આદરી

જામવાડી ગામ નજીક ઓમ શિવ હોટલ પાસે ગળાના ભાગે ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી: ઘટના સ્થળે જ ચાકુ કબ્જે

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની ભાગોળે આવેલા જામવાડી ગામ પાસે ઓમ શિવ હોટલ પાસે મોડી રાત્રે લોહી લુહાણ હાલતમાં મહિલા પડી હોવાની તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એમ.ઝાલા સહિતના સ્ટાફે દોડી જઇ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે મૃતક મહિલાના વાલી વારસની શોધખોળ હાથધરી છે. મૃતક મહિલાના ગળાના ભાગે ચાકુનો ઉંડો ઘા હતો અને બનાવ સ્થળેથી ચાકુ મળી આવ્યું છે. મૃતક મહિલાના ડાબા હાથ પર રવિ અને સોનલ નામ ત્રાફાવેલ છે અને પોલીસે આસપાસના સીસીટીવીના ફૂટેજ અને મૃતક મહિલાની ઓળખના આધારે હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાશનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.