Abtak Media Google News

કોરોનાની બીજી લહેર અતિ તિવ્ર હતી જેમા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ કહેર વર્તાવેલ તેવી કપરી પરિસ્થિતિમાં લોધીકા તાલુકા પંચાયત તેમજ તાલુકા ભાજપ ટીમ અને જીલ્લા પંચાયતના સદસ્યોની મહેનતથી 20 બેડનુ કોવિડ સેન્ટર ઉભુ કરવા આવેલ જેમાંથી 10 બેડના ઓક્સિજન સુવિધાવાળા કોવિડ સેન્ટરને મંજુરી આપવામાં આવેલ તે કોવિડ સેન્ટર અત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર  માટે હાલ ચાલુ છે.

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર,  ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ  કારોબારી સભ્ય ચેતનભાઈ રામાણી, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનિષભાઇ ચાંગેલાના માગેદશેન હેઠળ તાલુકા ભાજપની ટીમ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની  ટીમ  રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડાની આરોગ્યની ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવેલ.

મેડિકલ સાધનો લોધીકાના  ઉદ્યોગપતિ ખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઈ વસોયાના સહયોગથી મળેલ 10 બેડ અને 5 એસીની સુવિધાથી લોધીકા કોવિડ સેન્ટરના ડો.પીપળીયા તેમજ ડો.મહેતાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કમેચારીઓ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને અવિરત સારવાર મળી રહેલ છે તેમજ લોધીકા તાલુકા મામલતદાર કે.કે.રાણાવશીયા, તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા, પ્રમુખ ગીતાબેન રાઠોડ, ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, અધ્યક્ષ ધનશ્યામભાઇ ભુવા, તાલુકા પંચાયતના તમામ સદસ્યોના સહિયારા પ્રયાસોથી લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, જિલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા, અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિહ ડાભી, લોધીકા દુધ મંડળીના પ્રમુખ દિલીપભાઈ મારકણા, લોધીકા તાલુકા ભાજપ ટીમ દ્વારા રાત દિવસ એક કરી કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય, દવા, સવારે ચા-પાણી-નાસ્તો, બે ટાઇમ જમવાનું દર્દીઓ માટે જ્યુસ, દર્દીની સાથે રહેવાવાળા  સગાને  ચા-પાણી-નાસ્તો-જમવાની  વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે. અત્યાર સુધીમાં લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 20 દર્દીઓ સારવાર માટે આવેલ જેમાંથી 15 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવેલ છે અને 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.