Abtak Media Google News

સજોડે આપઘાતનું નક્કી કર્યા બાદ યુવકે ઝેર ન પીધું: ઝેરી ટિકડા ખાઇ યુવતીએ માતાને ફોન કર્યો

ચોટીલાના મફતીયાપરાની કોળી યુવતીએ પ્રેમ પ્રકરણના કારણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. પ્રેમી સાથે ઝેરી દવા પી સજોડે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યા બાદ યુવતીએ ઝેરી દવા પી યુવકે ઘરે જઇ દવા પી લેશે તેવું કહી છનન થયેલા યુવકનો ૨૪ કલાક બાદ પણ ભાળ ન મળતા પોલીસે યુવકની શોધખોળ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના મફતીયાપરામાં રહેતી વૈશાલીબેન મનસુખભાઇ સારદીયા નામની ૧૮ વર્ષની કોળી યુવતીએ પોતાના ઘર પાસે પાણીના ટાંકા નજીક ગઇકાલે ઝેરી દવા પીધા બાદ પોતાની માતા આરતીબેનને ફોન કરી જાણ કરતા તેણીને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

વૈશાલીબેન સારદીયાને મંડપ સર્વિસમાં કામ કરતા પ્રકાશભાઇ કાંડુભાઇ નામના કોળી યુવક સાથે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી બંનેના પરિવારજનો પ્રેમ સંબંધ હોવાથી વૈશાલીના પરિવારે લગ્ન માટે માગુ નાખ્યું હતું પરંતુ પ્રકાશના પરિવારે લગ્નની ના કહેતા બંનેએ સાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો નિર્ણય કરી વૈશાલી અને પ્રકાશ પાણીના ટાંકા પાસે મળ્યા હતા. જ્યાં પ્રકાશે પોતાની પ્રેમીકા વૈશાલીને ઝેરી ટીકડા પોતાની નજર સામે ખાઇ લેવાનું કહેતા તેણીએ ખાઇ લીધા બાદ પ્રકાશે ઝેરી ટિકડા પોતાના ઘરે જઇને ખાશે તેમ કહી જતો રહ્યો હતો.

વૈશાલી સારદીયા પોતાના ઘરે ઝેરી દવા પીધા બાદ પોતાના ઘરે ગઇ ત્યારે માતા આરતીબેને કયાં ગઇ હતી તેમ કહી ઠપકો દેતા વૈશાલીએ પોતાની માતાને ‘તારે જેટલો ઠપકો દેવો હો તેટલો દઇ દે જીંદગી ક્ષણભરમાં જ પુરી થવાની છે’ તેવું કહી ઉલ્ટી કરી હતી અને પોતે પ્રેમી પ્રકાશના કહેવાથી ઝેરી દવા પીવાની હોવાનું અને તે તેના ઘરે જઇ ઝેરી દવા પી આપઘાત કરશે તેવું કહેતા વૈશાલીને ચોટીલા બાદ વધુ સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.

પ્રકાશ પણ ઝેરી દવા પી આપઘાત કરવાનો હોવાની વૈશાલીની વાતથી પોલીસ સ્ટાફ તેના ઘરે દોડી ગયો હતો પણ તેનો પત્તો લાગ્યો ન હતો. તેને વૈશાલીને ઝેરી દવા પી મરવા મજબુર કર્યાનું બહાર આવતા તેની સામે ગુનો નોંધવા એ.એસ.આઇ. ડી.એસ.બારૈયાએ તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.