Abtak Media Google News

લીલા શાકભાજી, ફ્રૂટ, કઠોળ તેમજ પ્રોટીન અને વિટામીનયુક્ત ખોરાક આરોગવાથી શરીર રહે છે તંદુરસ્ત

હાથ, પગ, કમરનો દુ:ખાવા ની સમસ્યા વયોવૃદ્ધમાં વધું થતી હોય છે. પણ હાલના સમયમાં નાની ઉંમરમાં પણ હાથ , પગ અને કમરના દુખાવાથી પરેશાન જોવા મળે છે. તેનું મુખ્ય કારણ આજની દોડધામવાળી લાઈફ છે. તેના કારણે લોકોની જીવનશૈલી ખૂબ પ્રભાવિત થઈ છે અને જેના કારણે હાથ, પગ, કમરનો દુખાવો, શરીરમાં જડતા જેવી સમસ્યાઓ સામાન્ય બની છે.

હાલના સમયમાં નાની ઉંમરમાં જ હાથ, પગનો દુ:ખવો કે શરીરના  ભાગોમાં દુખવાની ફરિયાદ કરતાં રહેતા હોય છે.  અને તેની પાછળનું કારણ છે લોકોની લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની અનિયમિત આદતો જવાબદાર હોય શકે છે.કેલ્શિયમ એ ખનીજમાંથી એક છે જે શરીર માટે ઘણું આવશ્યક છે. હાડકામાં કમજોરી આવવાનું કારણ કેલ્શિયમની ખામી હોય શકે છે. એટલા માટે આપણે દરરોજ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમયુક્ત ખોરાક લેવો જોઈએ. આ સિવાય આજના યુગમાં લોકોની લાઇફ સ્ટાઇલ ખરાબ થઈ ગઈ છે. ઉપરાંત કસરતનો અભાવ અને બેઠાડુ જીવન હોવાથી પણ શરીરમાં સમસ્યાઓ આવે છે. જેમાં સૌ લોકોને સૌથી વધુ સતાવતી હોય તો સમસ્યા છે હાથ પગ કમરનો દુખાવો. આજકાલ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આજના સમયમાં લોકોને ઘરનું પોષણયુક્ત આહાર ભાવતો નથી. પરંતુ બહારના મસાલેદાર કેમિકલયુક્ત ભોજન વધુ આરોગવાનું પસંદ કરતા હોય છે. જેનાં કારણે શરીરમાં એનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગી છે. ઘણી વાર આ સમસ્યા ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. જેથી આપણે પોષણયુક્ત આહાર લેવો જોઈએ.

આપણે બધા જાણીએ છીએ કે દૂધ માંથી સૌથી વધુ માત્રામાં કેલ્શિયમ મળે છે. નાનપણથી જ આપણા વડીલો આપણે દૂધ પીવા માટે કહેતા હતા કારણ કે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિય હોય છે. આ સિવાય લીલાં શાકભાજી, કેળા, કઠોળ તેમજ પ્રોટિન અને વિટામીનયુક્ત ખોરાક વધુ આરોગવો જોઇએ.

હાથ , પગ સ્નાયુના દુ:ખાવાને સામાન્ય સમજીને ઘણા ડોક્ટર પાસે નથી જતા. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે પીઠનો દુખાવો એ મોટી સમસ્યાનું સ્વરુપ ધારણ કરી લે છે. ભારે અથવા ટૂંકા ગાળાનો પીઠનો દુખાવો થોડા દિવસોથી લઈને અઠવાડિયાં સુધી રહી શકે છે. કમરનો દુખાવો ટાળવા માટે કમરના સ્નાયુઓને મજબૂત કરવા માટેની કસરત કરવી જોઈએ. તેમજ વિટામિન બી 12 અને વિટામિન ડી 3ની કમી હોય તો તે માટેની ગોળીઓ લેવી જોઈએ.આ સિવાય પીઠનો દુખાવો સામાન્ય રીતે નિયમિત કસરત દ્વારા અટકાવી શકાય છે.કલાકો સુધી ઓફિસમાં એક જ સ્થિતિમાં બેસી અને કામ કરવાથી કમર પર દબાણ આવે છે. બેસતી વખતે આપણી કરોડરજ્જુ  પર ઊભા રહેવા કરતાં 50 ટકા વધુ દબાણ આવે છે. આ કારણ છે કે સૌથી વધારે પીઠનો દુખાવો કલાકો સુધી બેસી રહેતા લોકોને વધારે થાય છે.  પરંતુ જો આપણે થોડી સાવધાની રાખીએ અને જીવનશૈલીમાં સુધારો કરીએ તો આપણે આ પીડાથી રાહત મેળવી શકાઈ છે.

Screenshot 17  બાળકોમાં હાથ અને પગના દુખાવાને રોકવા માટે, પોષણક્ષમ આહાર,અને ચોક્કસ સાવચેતી રાખવી જરૂરી: અનીલ ત્રાંબડીયા

શિશુ મંગલમ હોસ્પીટલના બાળરોગ નિષ્ણાંત અનિલ ત્રાંબડીયાએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે હાથ, પગ દુખાવાની સમસ્યા મોટી વયમાં વધું  વધું જોવા મળતી હોય છે. પણ હાલના સમયમાં આ સમસ્યા બાળકોમાં પણ જોવા મળે છે. બાળકોમાં હાથ અને પગના દુખાવાને રોકવા માટે, પોષણક્ષમ આહાર,અને ચોક્કસ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. તમારા બાળકને બેસવાનું, ઊભા રહેવાનું અને સારી મુદ્રામાં ચાલવાનું શીખવવું જોઇએ. હાલના સમયમાં  બાળક બિનજરુરી મોબાઇલનો વધું પડતો ઊપયોગથી ગરદન, સ્નાયુની સમસ્યા થાય છે. જેના નિવારણ માટે વાલીએ સજાગતા દાખવવી જોઈએ.હાથ અને પગના સ્વાસ્થ્ય સહિત એકંદર આરોગ્ય જાળવવા માટે નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે.

બાળકને રમતગમત, નૃત્ય અથવા સંગીતનાં સાધનો વગાડવા જેવી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરો જેમાં હાથ અને પગની હલનચલન સામેલ હોય.સંતુલિત આહાર આપો જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, લીલાં શાકભાજી, ફળ, દુધ અને દુધની બનાવટ, વિટામિન ડી જેવા જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં ફાળો આપે છે.  તમારા બાળકની ચોક્કસ આહાર જરૂરિયાતો અંગે માર્ગદર્શન માટે બાળરોગ નિષ્ણાત અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવી જોઈએ. બાળકને તેમના હાથ અથવા પગમાં અનુભવાતી કોઈપણ પીડા, અગવડતા અથવા અસામાન્ય સંવેદનાઓ જણાતા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

Screenshot 18

સ્વચ્છ આહાર, પ્રોટિનયુક્ત ખોરાક આરોગવાથી શરીર રહે છે તંદુરસ્ત: ડો. હેમાંગ જાની

સ્પંદન ફીઝીયોથેરાપી ક્લિનિકના ડો. હેમાંગ જાનીએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા લોકો હાથ, પગ કમરના દુખાવાને ગંભીરતા ન દાખતા મોટી બીમારીનો ભોગ બને છે. કમરનો દુખાવો ટાળવા માટે કમરના સ્નાયુઓને મજબૂત કરવા માટેની કસરત કરવી જોઈએ. લીલા શાકભાજી, ફ્રૂટ, દૂધની બનાવટ વાળો ખોરાક લેવો જોઈએ.હાથ, પગ અથવા પીઠની સમસ્યાઓ ધરાવતા વ્યકિતઓને ફિઝિયોથેરાપિસ્ટ કસરતો દ્વારા દુ:ખવો દૂર કરી શકાઈ છે.નાની ઉંમરમાં ખાસ તો બેઠાડુ જીવન , ખાનપાન ફાસ્ટ ફૂડ , ઓછુ પાણી પીવું, પ્રોટિનયુક્ત ખોરાક ન લેવો જેવા અનેક બાબતો પર ધ્યાન ન આપતા દુ:ખાવો થઇ શકે છે.

જિમ કરવું એ સ્વસ્થ્ય માટે જરૂરી છે.વધું પડતું જિમ પણ દુ:ખવનું કારણ બની શકે.દૈનિક જીવનમાં નિયમિત ઉઠવું,  સ્વસ્થ્ય ખોરાક અરોગવો, પાણીનો ઉપયોગ વધું, સરગવાની સીંગ, ફળગવેલ કઠોળ ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. તેમજ લોહતત્વની પૂરતી માત્રામાં લેવાથી શરીરને સ્વસ્થ રાખી શકાઈછે.ફિઝિયોથેરાપી એ એક એવી સારવાર પદ્ધતિ છે જે ખાલી ટ્રીટમેન્ટ નહિ અટકાયત પણ શીખવે છે.આધુનિક અને રીસર્ચ થયેલી થેરાપી અલ્ટ્રા સાઉન્ડ થેરાપી, ઇન્ટર ફેસિયલ થેરાપી, ઇટેન્સ થેરાપી, મેન્યુલ થેરાપીથી હાથ, પગ, સ્નાયુનો દુ:ખાવો અટકાવી શકાય છે.ઘણા લોકો કમરના દુખાવાને ગંભીરતાથી નથી લેતા અને ડોક્ટર પાસે જવાનું ટાળે છે. આ સમસ્યા ગંભીર પણ બની શકે છે.કમરનો દુખાવો ટાળવા માટે કમરના સ્નાયુઓને મજબૂત કરવા માટેની કસરત કરવી જોઈએ.

Screenshot 19

બિન જરૂરી મોબાઈલનો ઊપયોગ ટાળવો જોઈએ:ડો.જગદીશ કપુરિયા

માયો હેલ્થ કેરમાં ક્ધસલટન્ટ તરિકે ફરજ બજાવતા ડો. જગદીશ કપૂરિયાએ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું કે ઘૂંટણ,સાંધા અને સ્નાયુની  બીમારી વયોવૃદ્ધમા વધું થતી હોય છે પણ હાલ સમયમા ઘણા બધા યુવાન વ્યક્તિઓમાં પણ સ્નાયુના અને સાંધાની સમસ્યા જોવા મળે છે.ઉમર પ્રમાણે જોઈએ તો  એક વર્ષથી પાંચ વર્ષનું બાળકને  ગ્રોઇંગપેન સમસ્યા જેમાં સાંધાના દુખાવા કરતા સ્નાયુનો દુખાવો વધું થાય છે. બિનજરૂરી વધુ પડતો ફોન વાપરવાથી ગરદનનો દુ:ખાવો બાળકના પગમાં એડીનો દુ:ખવો, પગમાં થાપાનો દુખાવો વધું થતો હોય છે.

દુ:ખવાના નિવારણ માટે કેલ્શિયમ, મેગ્નેશિયમ, લીલાં શાકભાજી, ફળ, દુધ અને દુધની બનાવટ, વિટામિન ડી જેવા જરૂરી પોષક તત્વ લેવા જોઈએ. જ્યારે જીમ કરતા વ્યક્તિઓ માટે ટ્રેનર પાસે જિમ કરવું હિતાવહ છે. વધુ પડતું કસરત કરવાથી પણ કમર, સ્નાયુ, સાંધામાં દુ:ખવાનું કારણ બની શકે છે.આજની જીવન શૈલીની વાત કરીયે તો સમયસર જાગવું, સ્વચ્છ આહાર, પ્રોટિનયુક્ત ખોરાક આરોગવો જોઈએ.હાથ,પગ, સ્નાયુના દુ:ખવાના નિરાકરણ માટે ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી જોઈએ. તમારા હાથ અને પગમાં કોઈપણ પીડા, અગવડતા અથવા અસામાન્ય સંવેદનાઓ થાય તો સમયસર સારવાર કરવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.