Abtak Media Google News

Table of Contents

જસદણ-કોટડા સાંગાણી સહિતના વિસ્તારોમાં કરા પડયા:  રાજકોટમાં સમી સાંજે પવનના સુસવાટા વિજળીના કડાકા-ભડાકા સાથે મીની વાવાઝોડા જેવો માહોલ: કેરી, ઘઉં, ધાણા, જીરૂ, ચણા સહિતના પાકને વ્યાપક નુકશાન: હજી ચાર દિવસ માવઠાની આગાહી

વેસ્ટર્ન-ડિસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સમી સાંજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો   હતો. અનેક  સ્થળોએ કરા સાથેવરસાદ પડયો હતો હજી ચાર દિવસ માવઠાની આગાહી આપવામાંઆવી છે. જસદણ અને કોટડાસાંગાણી પંથકમાં બરફના કરા પણ પડયા હતા. ઘઉં, ચણા, જીરૂ,ધાણા અનેકેરી સહિતના પાકને વ્યાપક નુકશાની થવા પામી હતી. હોલીકા દહન માટે ચોકે ચોકે છાણાની  હોળી ગોઠવી દેવામાં આવી હતી.ભારે પવન ફુંકાતા અનેછાંટા   પડવાના કારણે હોળીને  ઢાંકી દેવાની ફરજ પડી હતી. રાજયમાં હજી ચાર દિવસ મેઘાવી માહોલ  યથાવત રહેશે.

રાજયના અલગ અલગ વિસ્તારોમાં શનીવારે કમોસમી વરસાદ પડયા બાદ રવિવારે દિવસભર આકરો તાપનો અનુભવ લોકોએ  કર્યો હતો. રાજકોટમાં સમી સાંજે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. જોરદાર પવન ફૂંકાયો હતો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટા પડયા હતા શહેરમાં વિવિધ ચાકેમાં હોળી ગોઠવવામાં આવી હતી. વરસાદના છાંટા અને ભારે પવન ફૂંકાવવાના કારણે આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી. તકેદારીના ભાગરૂપે હોળીને ઢાંકી દેવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં જાણ ચોમાસું બેઠુ હોય તેવો વરસાદ વરસ્યો હતો બરફના કરા પડયા હતા. અડધો ઈંચ વરસાદ વરસી જતા રોડ પર પાણી વહેવા લાગ્યા હતા. રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર બરફના કરા પડવાના કારણે હાઈવે પર બરફની ચાદર છવાય ગઈ હતી. કોટડા સાંગાણીમાં 5મીમી વરસાદ વરસી ગયો હતો.

ગોંડલ શહેર પંથકમાં રવિવાર સાંજે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેર મા હળવો વરસાદ વરસ્યો હતો.તાલુકાના રીબડા ભુણાવા  કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે પણ વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી પાંચીયાવદર, ખરેડા વિસ્તારમાં ગાજવીજ સાથે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ચણા, ઘઉં, ધાણા અને જીરૂના પાકને મોટુ નુકશાન થયું છે.

ભાવનદગર જિલ્લાના સિંહોર, રાજપરા,વરલ, વડીયા, સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ગીરના ધારીના ગોવિંદપુર, સુખપુર, કુપડા, અરસીયા, ખાંભા વિસ્તાર, ભાડ અને નાનુડી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતા. અમરેલીના વડીયા અને ખમરા ગામે પણ વરસાદ વરસ્યોહતો. જૂનાગઢમાં ભારે પવન ફુંકાવાના કારણે  રોપવે સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી.

કમોસમી વરસાદના કારણે કેસર કેરી, ચણા, ઘઉં, જીરૂ,ધાણા, રાયડા સહિતના પાકને નુકશાની થવા પામી હતી. હજી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત  રાજયના અનેક વિસ્તારોમાં  વાદળછાંયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આજે ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોનીક સરકયુલેશનની અસરના કારણે રાજયમાં છેલ્લા બે દિવસથી  કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હજી ત્રણથી  ચાર દિવસ સુધી માવઠાની અસર જોવા મળશે હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે સોમવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લા  ઉપરાંત કચ્છ અને દિવસમાં વરસાદ વરસી શકે છે.આવતીકાલે મંગળવારે ઉતર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છ  જિલ્લામાં જયારે બુધવારે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે બંગાળના ઉપસાગર અને  અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે આગામી 14થી 17 માર્ચ દરમિયાન ફરી કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા  આપવામાં આવી છે.એપ્રીલ માસમાં પણ વાતાવરણમાં પલ્ટો આવશે અને માવઠાની સંભાવના રહેલી છે. આજે સવારથી રાજયમાં અનેક સ્થળોએ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.

Screenshot 2 11 ધારી પંથકમાં માવઠાથી ખેડૂતોને પારાવાર નુકશાન: સર્વેની માંગણી

ધારી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે કોમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતો માથે વધુ એક મુસીબતરૂપી વરસાદ વરસ્યો છે ક્યાંક કેરીના બગીચાઓ નાસ થયાં તો બીજી બાજુ ઘઉં ચણા ડુંગળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે

વાદળ છાયા વાતાવરણ સાથે અમરેલીના ધારી ગીર પંથકના નવાગામ  બોરડીદલખાણીયા ,ગોવિંદપુર દેવળા નાગધ્રા ડાભાળી ભાડેર  સહિતના ગામોમાં ભર ઉનાળે વરસાદ થયો છે અમરેલી જિલ્લાનું ગીર પંથક આમ તો કેસર કેરી માટે જાણીતું માનવામાં આવે છે પરંતુ કુદરતી આફતોને કારણે અહીંના ખેડૂતો અવારનવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે એવામાં ફરી એક વખત ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે ધારી પંથકના ગામડાઓમાં વરસાદની સાથે બરફના કરા વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે તો બીજીબાજુ ખેડુતો ચિંતિત બન્યાં છે ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

જસદણ યાર્ડના સત્તાધિશોની બેદરકારીના પાપે લાખોની જણસી વરસાદમાં પલળી ગઇ

‘અબતક’ દ્વારા અગાઉથી કમોસમી વરસાદ ની આગાહી અંગે માહિતગાર કરાયા હોવા છતાં સત્તાધીશો લાપરવાહ જ રહ્યા

Screenshot 3 8

જસદણ માર્કેટિંગ યાર્ડના સતાધીશો. ની બેદરકારી આવી સામે હવામાન વિભાગની આગાહીને લઈને જસદણ.ના. અબ તક ના રિપોર્ટર દ્વારા જસદણ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવામાં આવી ત્યારે ખુલ્લામાં મેદાનમાં ખેડૂતના માલની હરાજી થઈ રહી હતી ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન હાજર ના હોય ત્યારે સેક્રેટરી બળવંતભાઈ ને હવામાન વિભાગની આગાહી ને લઈને સાવચેત કરવામાં આવ્યા હતા તેમ છતાં આટલી બેદરકારી કેમ ધાણાજીરૂ રાયડો ચણા ઘઉં અને મગફળી જેવા માલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે હજારો મણ માલ વરસાદના કારણે પાણીમાં પલળી ગયો છે અમુક ટકા માલ તો તણાઈ ગયો છે તો આના નુકસાન ની ભરપાઈ કોણ કરશે અગાઉ જાણ કરવા છતાં આટલી બેદરકારી કેમ

હવે લાખ મણ. નો સવાલ ઉભો થઈ રહ્યો છે કે અગાઉ જાણ કરવા છતાં આટલી બેદરકારી કેમ ખેડૂતનું વળતર કોણ ચૂકવશે આ બેદરકારી રાખનાર સત્તાધીશોની સામે કઈ પગલા લેવાશે કે પછી એમનું એમ થઈ જશે

ગુજરાત હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો રાજકોટ અમરેલી ભાવનગર તેમજ બોટાદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે જસદણ ના માર્કેટિંગ યાર્ડ માં વેચાણ માટે આવેલ જણસી નો માલ પાણી માં તણાયો

રાજકોટ જિલ્લાના જસદણમાં રવિવારના સાંજના સમયે કરા સાથે વરસાદ એક સાથે પડતા જસદણ માર્કેટિંગ યાર્ડમાં ધાણા જીરૂ રાયડો ચણા જેવા પાકને અમોસમી વરસાદના પાણીમાં તણાઈ ગયો હતો જસદણ પંથકના ખેડૂતો જણસીનો પાક વેચાણ માટે લાવ્યા હતા જેમાં કેટલાક ખેડૂતો પોતાના ઘરનું ગુજરાણ ખેતી સિવાય અન્ય કોઈ આવકનો સ્ત્રોત ન હોય જેના કારણે પોતાના પેટનો ખાડો પુરવા તેમજ પરિવારનું ભરણ પોષણ કરવા માટે જણસીનો પાક લઈને જસદણ માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાકને સારું વળતર મળી રહે તે માટે રવિવારના દિવસે ખેડૂત ચાર કલાક જેવી લાઈનમાં ઊભા રહ્યા બાદ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ગેટ પાસ મળતાની સાથે ખેડૂત પોતાનો માલ જસદણ માર્કેટિંગ યાર્ડના પટ આંગણમાં ઉતાર્યો જોકે ખેડૂતોએ જસદણ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓને વિનંતી કરી કમોસમી વરસાદની આગાહી છે તો અમારો માલ શેડ ખાલી છે તેમાં રાખવા દો પરંતુ કર્મચારીઓ ખેડૂતોને કહ્યું અમારા સાહેબે ના પાડેલ છે જેથી કરી ખેડૂતોએ ખુલ્લામાં માલના ઢગલા કરેલ હતા કમિશનનો ધંધો કરતા વેપારીઓએ ખેડૂતોના માલ પર પોતાની દુકાનના બોર્ડ મૂક્યા પરંતુ વેચાણ અર્થે આવેલો જણસી ના પાકને પ્રોટેક્શન માટે કોઈપણ પ્રકારની સાવચેતી ના રાખી સાથેજ જસદણ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો કોઈપણ પ્રકારનું ખેડૂત પ્રત્યે સાવચેતી ના દાખવી જેના કારણે અનેક ખેડૂતોનો મૌ પાસે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

જસદણ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સામે કેટલાક પ્રશ્નો થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી હતી કમોસમી વરસાદની તો શા માટે જસદણ માર્કેટિંગ યાર્ડ બંધ ના રાખ્યું જો જસદણ માર્કેટિંગ યાર્ડ ચાલુ જ રાખવું હતું તો પછી ખેડૂતોને ખુલ્લામાં માલ મુકવા માટે કોણે કહ્યું જસદણ માર્કેટિંગ યાર્ડનો શેડ ખાલી હતો તો ખેડૂતોને શા માટે જણસીનો માલ મૂકવા ના દેવામાં આવ્યો કોના કહેવાથી ખેડૂતોનો માલ ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવ્યો જો ખેડૂતો ખુલ્લામાં માલ મુક્યો હતો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના શા માટે ના દેવામાં આવી આવા અનેક પ્રશ્નો જસદણ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સામે થઈ રહ્યા છે.

વીજળી પડવાની બે ઘટનામાં પાક બળીને ખાક

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાવળાના રોયક ગામે અને ધંધુકાના હડાળા ગામે વીજળી પડવાના કારણે નુકસાન થયું હોવાની માહિતી મળવા પામી છે. ખેતરમાં વીજળી પડવાના કારણે ખળાંમાં મુકેલા ચણા બળીને ખાખ થઈ જવાથી ખેડૂતના માથે આફ ફાટયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર મોડી સાંજે એક એક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે ધુળની ડમરીઓ ઉડી હતી ને ત્યાર બાદ વીજળીના ચમકારા કડાકા સાથે ઘીમી ધારે વરસાદ પડયો હતો.

બાવળાના રોયક ગામે સીમમાં વીજળી પડી હતી.  આ અંગે ખેડૂત જોરૂભાઇ સોલંકીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ચણાના ખળાંમાં આગ લાગતા પચીસ વીઘાથી વધુના ચણા અંદાજે ચારસો મણથી વધુના બળીને ખાખ થઇ જવાથી ભારે નુકસાન થયું છે. ખેડૂતના મોમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતના માથે આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે દેવા તળે દબાઈ ન જાય માટે ખેડૂતે સરકાર પાસે વળતરની માંગ કરી છે. બીજી બાજુ ધંધુકાના હડાળા ગામે પણ વીજળી પડતા નુકસાન થયું હોવાની માહિતી મળવા પામી છે.

રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર બરફની ચાદર છવાઇ

Screenshot 4 7

રાજકોટ શહેર સહિત જિલ્લામાં ગઇકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ કરા પણ પડ્યા હતાં. જસદણ અને કોટડા સાંગાણીમાં કરા પડ્યા હતા.

રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર જોરદાર કરા પડવાના કારણે રોડ પર બરફની ચાદર છવાઇ જવા પામી હતી. જાણે કાશ્મીર કે સિમલા-મનાલી ફરવા ગયા હોય તેવો અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો. વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોમાં ભારે કુતુહલતા વ્યાપી જવા પામી હતી. આજે સવારથી અનેક સ્થળોએ સવારથી વાદળર્છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.