Abtak Media Google News

અમેરિકાના લાસ વેગાસમાં રવિવારે મોડી રાત્રે એક મ્યૂઝિક ફેસ્ટિવલમાં અંધાધુંધ ફાયરિંગની ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધતાં 50થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ગનમેનની ઓળખ પણ કરી છે, લાસ વેગાસ પોલીસના જણાવ્યા મુજબ ગનમેનનું નામ સ્ટીફન પેડડોક છે. આ ફેસ્ટિવલ, એક રિસોર્ટ અને કેસીનોમાં ચાલી રહ્યું હતું. ત્યારે જ નજીકની હોટલના 32માં માળે કોઈએ ઓટોમેટિક રાયફલથી ફેસ્ટિવલમાં હાજર લોકો પર ગોળી ચલાવવાની શરૂ કરી હતી. લોકોને પહેલાં થયું કે આતશબાજી થઈ રહી છે. પરંતુ જેવો જ એક સિક્યોરિટી ગાર્ડ માર્યો ગયો લોકોને હુમલાનો અહેસાસ થયો હતો. જે બાદ ભારે અફડાતફડી મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, લાસ વેગાસ ક્લબ્સ, કેસિનો અને નાઇટ લાઇફ માટે ઓળખાય છે. આ હુમલો અહીંના માંડલે-બે રિસોર્ટ એન્ડ કસિનોમાં થયો. 15 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટ અને કસિનોમાં છેલ્લાં 4 વર્ષથી ત્રણ દિવસનો કન્ટ્રી મ્યૂઝિકલ ફેસ્ટિવલ હોય છે. રવિવારે રૂટ 91 મ્યૂઝિક ફેસ્ટિવલના છેલ્લાં દિવસે આ હુમલો થયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના લોકલ ટાઇમ અનુસાર રાત્રે 10.30 વાગ્યે થયો. હુમલાથી પહેલાં ફેસ્ટિવલને નિશાન બનાવવાનો એક ફોન કોલ પણ પોલીસની પાસે આવ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, રિસોર્ટ એન્ડ કસિનોની પાસે મોજૂદ એક હોટલના 32th ફ્લોરથી ફાયરિંગ શરૂ થયું. આ ફ્લોરથી કસિનોનો એ એરિના રેન્જમાં હતો, જ્યાં મ્યૂઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો.
શરૂઆતના ફાયરિંગમાં કેસિનોના એક સિક્યોરિટી ગાર્ડનું મોત થયું. બાદમાં ત્યાં નાસભાગ મચી ગઇ. હુમલાખોરની સંખ્યા ત્રણ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મ્યૂઝિક ફેસ્ટિવલના છેલ્લાં દિવસે જ્યારે હુમલો થયો, તે સમયે સિંગર જેસન એલ્ડિયન પર્ફોર્મન્સ આપી રહ્યો છે. જેવો ઓડિયન્સની વચ્ચે ફાયરિંગનો અવાજ આવ્યો, એલ્ડીયને પર્ફોર્મન્સ રોકી દીધું. આસપાસ મોજૂદ હોટલમાંથી લોકોએ જોયું કે, કેસિનો કેમ્પસમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. લોકો બહાર આવવા લાગ્યા. હુમલા બાદ લાસ વેગાસના મેક્કેરેન ઇન્ટરનેશનલ એરપોર્ટથી 20થી વધુ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.