Abtak Media Google News

લીવર અને કીડની ટ્રાન્સપ્લાન્ટમાં સમયોહીત સહાય, કરોડરજજુ અને સ્નાયુના દર્દને પણ આરોગ્ય નીધી યોજનામાં આવરી લેવા દરખાસ્ત

ભારતમાં જનઆરોગ્ય સુધારણા અને જાળવણી માટે સરકારની સહાયની મર્યાદા વધારવા અંગે કેન્દ્ર સરકારે લીધેલા એક મહત્વના નિર્ણયમાં કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના અંતર્ગત એકવખતની સારવારની મર્યાદામાં મહાભયંકર રોગમાં રૂા.15 લાખ સુધીની આર્થિક સહાયનો પ્રસ્તાવ લવાયો છે. મહાભયંકર રોગઅંગેની નીતિ અને તેના અમલની વિચારણા લાંબા સમયથી ચાલતી હતી.

Advertisement

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં રેરરડિસીસ , જુજ મહાભયંકર રોગ અંગેની સહાયતાને લઈને સોમવારે સરકારે જાહેર કરેલી રાષ્ટ્રીયનીતિ મુજબ ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થી પરિવારો માટે સહાયની સારવાર માટે કોઈ પણ મર્યાદા નહિ રહે સાથે સાથે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના અંતર્ગત જન આરોગ્ય યોજના અંતર્ગત 40% જેટલી વસ્તીને આવરી લેવામા આવશે અને તેમની સારવાર સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા જુજ ભયંકર રોગોની સારવાર માટે તબીબી સંસ્થાનોને આવરી લેવામા આવશે. જેમાં એમ્સ, નવીદિલ્હી મૌલાના આઝાદ કોલેજ લખનવની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજયુએટ એસ્ટેટ ઓફ મેડિકલ સાયન્સ, ચંદીગઢની પ્રોસ્ટ ગ્રેજએટ એસ્ટેટ ઓફ મેડિકલ સાયન્સ રિસચર્જઆ નવા મુસદા મુજબ આ સંસ્થાનોને ઓનલાઈન ડિઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી અનુદાન આપવાની જોગવાઈ નવા મુસદામાં કરવામાં આવી છે. મંત્રાલયે આ નવો મુસદો પોતાની વેબસાઈટ પર મૂકયવો છે. અને 10મી ફેબ્રુ. સુધી તેના પર પ્રતિભાવો મંગાવાયા છે.

Rajani

સરકાર આ પરિયોજનાનાં સંચાલન માટે જરૂરી આર્થિક વ્યવસ્થા માટે ડિઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી સેવાભાવી વ્યંકિતઓ અને ઉદ્યોગપતિ દાનવીરોને આવા રેરસ રોગચાળાના ભરડામાં આવી ગયેલા દર્દીઓની સારવાર માટે અનુદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની આરોગ્ય મંત્રાલય દ્વારા રેરર દર્દીઓની સારવાર માટેના રાષ્ટ્રીય નીતિ અંગેનો ખરડો એનપીટીઆરડી જુલાઈ 2017માં લાવવામા આવ્યો હતો. સરકાર દ્વારા પ્રસ્તાવિત આ ખરડામાં હવે જુજ ભયંકર લાઈલાજ દર્દોમાં લાભાર્થીને રાષ્ટ્રીય આરોગ્યનિધિ યોજના અંતર્ગત એક વખતની સારવારનાં ઈલાજ માટે 15 લાખ રૂપીયા સુધીની સરકારની આર્થિક સહાયની યોજના બનાવવામા આવી છે. આ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલીત એમ્સની હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચજ સેન્ટરોને આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે ખાનગી ધોરણે દાનવીરા અને ઉદ્યોગપતિ ડોનરોને સહાયભૂત થવા માટે ડીઝીટલ પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ કરી ભારતમાંજ રેરર ડિસીસની સારવાર માટે એક આગવી વ્યવસ્થા ગોઠવવાની દિશામાં મહત્વનું કદમ ભયુર્ંં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.