Abtak Media Google News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ આરોપીઓની દયાની અરજી : 22 જાન્યુઆરીના રોજ આરોપીઓને થશે ફાંસી

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓને ફાંસીની સજા કરવાનો નિર્ણય પટીયાલા હાઉસ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે ગેેંગરેપના બે આરોપીઓએ કયૂરેટિવ પીટીશન અરજી ફાઈલ કરી હતી પરંતુ તે અરજીને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધેલી છે. પટીયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરંટ જાહેર થતાની સાથે જ બંને આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જેમાં 5 જજોની બેંચ દ્વારા કયૂરેટિવ પીટીશન અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.  નિર્ભયા ગેંગરેપ કેસનાં તમામ 4 આરોપીઓને 22મી જાન્યુઆરીના સવારે ફાંસી આપવામાં આવશે. કયૂરેટિવ પીટીશન અરજી દાખલ થતાની સાથે જ જસ્ટીસ એન.રમન્ના, જસ્ટીસ અરૂણ મિશ્રા, જસ્ટીસ આર.એફ.નરીમન, જસ્ટીસ આર.ભાનુમતી, જસ્ટીસ અશોક ભુષણની બેંચ દ્વારા બંને આરોપીઓની કયુરેટીવ પીટીશન પર સુનાવણી કરવામાં આવી હતી.

Rajani

સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટિશન ફગાવી દેતા નિર્ભયાના દોષિતોમાંથી સૌથી વધારે પરેશાન કોઈ જોવા મળ્યું હોય તો તે હતો વિનય શર્મા. દોષી વિનય શર્માએ મંગળવારે તેના પિતા સાથે મુલાકાત કરી હતી. પિતા સાથે મુલાકાત કરાવવા માટે તેણે જેલના સત્તાધીશોને આગ્રહ કર્યો હતો. આ દરમિયાન તે ખૂબ રડ્યો.  સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ ફગાવી દેતા નિર્ભયાના દોષિતોનું પહેલું રિએક્શન એ હતું કે તેમને આ વિશે પહેલાથી આશંકા હતી. તેમ છતાં થોડી આશાઓ પણ હતી. ક્યૂરેટિવ ફગાવ્યા બાદ સૌથી મોટો ઝટકો વિનયને લાગ્યો. જેવી તેને ટીવી પર આ બાબતે જાણ થઈ, તે પરેશાન થઈ ગયો. ચારેય દોષિતોના સેલમાં હજુ પણ ટીવી લગાવેલા છે. જેના દ્વારા તેઓ આ અંગેના સમાચાર જુએ છે.

વિનય બાદ ચારેયમાંથી કોઈ સૌથી વધારે પરેશાન થયો હોય તો તે હતો મુકેશ. જ્યારે પવન અને અક્ષયના ચહેરા પર ચિંતાની એક રેખા પણ ન જોવા મળી. જેલના અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો ચારેય સામાન્ય રીતે ખાઈ-પીવે છે. ચારેયમાંથી કોઈએ હજુ સુધી જેલના અધિકારીઓ સામે પોતાનો ગુનો સ્વીકાર્યો નથી. ચારેયને જોઈને એવું નથી લાગતું કે તેમને ગુનાનો પસ્તાવો છે. હવે તેમને ટૂંક સમયમાં જેલ નંબર-3માં શિફ્ટ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવા માટે મુકેશે પોતાનો પત્ર જેલ તંત્રને આપી દીધો છે. જે બુધવારે એટલે કે આજે દિલ્હી સરકારના હોમ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવશે. જ્યાંથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી થઈને અરજી રાષ્ટ્રપતિ પાસે પહોંચશે. આ અંગનો નિર્ણય શું રહેશે? તેનો જવાબ રાષ્ટ્રપતિ પાસેથી મળશે. જેલ અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પાસે મર્સી પિટિશન લગાવવા માટે તેમની પાસે 21 જાન્યુઆરી સુધીનો જ સમય છે. જો રાષ્ટ્રપતિ દયા ફરજી ફગાવશે તો આ સ્થિતિમાં તેમની પાસે 14 દિવસનો સમય બચશે. જો 21 જાન્યુઆરીએ દયા અરજી ફગાવાશે તો બીજા જ દિવસે દોષિતોને ફાંસીના માચડે લટકાવવાનો આદેશ લાગૂ થઈ જશે.

Rajmoti 8 X 5નિર્ભયા કેસનાં 2578 દિવસ બાદ ડેથ વોરંટ જાહેર થયું હતું. 2012ના ડિસેમ્બર માસમાં નિર્ભયાનો નરાધમોએ શિકાર કર્યો હતો ત્યારે આરોપીઓને જયારે 2500થી વધુ દિવસ બાદ ડેથ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો ત્યારબાદ બે આરોપીઓ દ્વારા જે કયુરેટીવ પીટીશન દાખલ કરવામાં આવી હતી તેમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેની આ ભુલના કારણે આરોપીનો આખો પરીવાર હેરાન થઈ રહ્યો છે જેમાં પરીવારની કોઈ જ ભુલ નથી તેમ છતાં તેમના પરીવારે સામાજીક હેરાનગતિ અને અપમાનનો સામનો કરવો પડે છે. આ સાથે આરોપીઓના વકિલ એ.પી.સિંહે અરજીમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપીના માતા-પિતા વૃદ્ધ અને ગરીબ છે. કેસ દાખલ થતાની સાથે જ તેમનો પરીવાર બરબાદ થઈ ચુકયો છે પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવતા બંને આરોપીઓ પાસે માત્ર એક જ રસ્તો બાકી રહ્યો છે કે જેમાં આરોપીઓ રાષ્ટ્રપતિને દયાની અરજી માટે યાચિકા કરી શકે છે. નિર્ભયા કેસમાં દોષિત ઠરાવેલ મુકેશ સિંહએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દયાની અરજી માટે રજુઆત કરી દીધેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.