Abtak Media Google News

અનેક વખત દુષણ બંધ કરાવવા માટેની રજૂઆતો અને ફરિયાદ કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા જનતા રેડ કરાઈ

ઉપલેટાના રેલ્વે સ્ટેશન પાસે આંગણવાડી ની બાજુમાં અગાઉ પણ ખુલે આમ દારૂ વેચવાનો વિડીયો વાયરલ થયો હતો છતા પણ ત્યા દારૂનુ વેચાણ ચાલુ છે

ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર ઇસરા ગામના પાટીયા પાસે સ્થાનિક કારખાને દારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂનો વેપલો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. અહિયાં સ્થાનિક કારખાનેદારો દ્વારા સ્થાનિક જવાબદાર પોલીસની ઢીલી નીતિથી છેલ્લા એક વર્ષથી ત્રસ્ત થયેલા કારખાનેદારોએ આખરે જનતા રેડ કરી દેશી દારૂનો વેપલો ઝડપી લીધેલ અને જનતા રેડ બાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ અંતે દોડી આવી હતી અને આ મામલાની અંદર બે વ્યક્તિઓની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ બાદ કારખાનેદારો દ્વારા એકત્રિત થઈ અને દેશી દારૂના ચાલતા વેપલાને કાયમી બંધ કરાવવા માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને કાયમી દેશી દારૂનો વેપલો અને દૂષણ બંધ કરાવવા માટેની ધારદાર રજૂઆત કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો હોવાની બાબતને લઈને કારખાને દારૂમાં ભારે રોષ ફેલાયો હતો જેમાં દેશી દારૂના કારણે કારખાનેદારના મજૂરો સાથે અનેક પ્રકારની ઘટનાઓ બનતી હતી જેમાં ઝઘડાઓ થવા તેમજ નશાની હાલતમાં મજૂરોના અકસ્માત તેમજ મારામારી અને અકસ્માતે મોત થવાની ઘટનાઓ બની રહી હોય જેને લઈને કારખાનેદારો દ્વારા અનેક વખત રજૂઆતો કરીને દેશી દારૂનો વેપલો બંધ કરવા માટેની રાવ કરી હતી પરંતુ જવાબદાર પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી નહીં થતાં અને દેશી દારૂના વેપલો અને દાદાગીરીઓ વધવા પામી હતી અને અહિયાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ શરૂ રહેતા આખરે કારખાનેદારોએ એકત્ર થઈ દેશી દારૂ પર જનતા રેડ કરી છે અને સ્થાનિક પોલીસની ઢીલી નીતિ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે ત્યારે જનતા રેડ કર્યા બાદ કારખાનેદારો દ્વારા પોલીસને જાણ કરતા રેડના ઘણા સમય બાદ અંતે પોલીસ આવી હતી અને બે વ્યક્તિઓ તેમજ મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા વ્યક્તિઓની અટકાયત કરી હતી

T1 52

ઉપલેટા શહેરના ઇસરા રોડ પર ઇસરા પાટીયાના બસ સ્ટેન્ડ પાસે રેડ કરી વેપારીઓ દ્વારા ઝડપાયેલા વ્યક્તિઓને પોલીસ હવાલે કરાયા હતા જે બાદ એકત્રિત થયેલા વેપારીઓ એકત્ર થઈ અને આ દેશી દારૂનું દુષણ અને દેશી દારૂનો વેપલો કાયમી બંધ કરાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવા ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઇ ને લેખીત રજૂઆત તેમજ કાયમી દારૂનું દુષણ બંધ કરવા માટેની ફરિયાદ કરી દુષણ બંધ કરાવવા માટેની રજૂઆત કરી છે. કારખાનેદારો દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મૌખિક જણાવ્યું હતું કે ઉપલેટા વિસ્તારની અંદર ઉપલેટા શહેરના રેલ્વે સ્ટેશન પાસે,  પોરબંદર રોડ, ધોરાજી રોડ, વાડલા રોડ સહિતના વિસ્તારોની અંદર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જ્યારે અમુક માણસો દ્વારા ચોકસ ગલીઓમાં મોટર સાયકલ મા દેશી દારૂ ની ડિલિવરી થઇ રહી છે તેવી ફરિયાદ કરી છે અને આ વેપલો કાયમી માટે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

ઉપલેટા પંથકના તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામાન્ય તેમજ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને કાયમી દૂર કરવા માટેની પોતાને સોંપેલી જવાબદારી નિભાવી જોઈએ તેવી ઉપલેટા પંથકના લોગોની સ્પષ્ટ માગ છે ત્યારે વધુમાં લોકોએ જણાવ્યું હતું કે જો તંત્ર યોગ્ય અને જવાબદારી ભર્યું કાર્ય નહીં કરે તો ઉચ્ચ લેવલ સુધી રજૂઆત અને ફરિયાદ કરવામાં આવશે તેવું પણ જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.

જનતા રેડ બાદ પોલીસ હરકતમાં !!

ઉપલેટા પોલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક કરતાં પી.એસ.ઑ. વી.બી. રાખસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટા કારખાનેદાર દ્વારા પાડવામાં આવેલ જનતા રેડ બાદ ઉપલેટા પોલીસ દ્વારા દેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરેલ દીપકભાઈ હેમુભાઈ પરમાર તેમજ બાબુભાઈ પોપટભાઈ મીઠાપરા નામના બન્ને વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.