Abtak Media Google News

અકસ્માત સર્જાયા પછી રાજકોટ ડેપો મેનેજર દ્વારા લેવાયેલો નિર્ણય

લોધીકાના ખીરસરા ગામના રોડ રસ્તા નાના છે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એટલે એસટી બસો બંધ કરવાનો ડેપો મેનેજરે નિર્ણય લીધેલ છે   રાજકોટ કાલાવડ તેમજ કાલાવડ રાજકોટ રૂટના ડ્રાઇવર કંડકટરો ના મોબાઈલ માં ખીરસરા ગામ મા એસટી બસ ન લઇ જવાના મેસેજ પણ ફરતા હોવાની મુસાફરો માં ચર્ચા ઓ ચાલી રહેલ છે

100 ફુટના ખીરસરા ગામના રોડ બસો ચલાવવા માટે ડેપો મેનેજર ને નાના લાગે છે

રોડ નાના હોય અકસ્માત સર્જાય છે ના બહાના હેઠળ ગામ માં એસટી બસો બંધ કરી દિધી છે જો આ ગામ ના સરપંચ અકસ્માત સર્જાય તો જવાબદારી સ્વીકારે લેખીત આપેતો જ બસો ચાલુ કરવા અધિકારી મકમ  હોવાની બાબત એસ.ટી.ના  એક અધિકારી સાથે  થયેલી ટેલીફોનીક વાતચીતમાં  જણાવ્યુંં હતુ.

લોધીકા તાલુકા ના ખીરસરા ગામે  તા1/4/2023 ના રોજ સાંજના 5/30 આસપાસ ખીરસરા ગામના મેઇન રોડ ઉપર  રાજકોટ ગાયત્રી આશ્રમ ગધેથડ રૂટની એસટી બસ નં ૠઉં18ણ 4205 એક અકસ્માત બનેલ જેમાં ખીરસરા ગામના સંજયભાઈ પોપટભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 અકસ્માત સર્જાયેલ  અને ખીરસરા ગામના ચંદુભાઈ પોપટભાઈ રાઠોડનું આકસ્મિક મૃત્યુ નીપજતા ગામની અંદર શોકનુનુ મોજું છવાય ગયેલ  આ અકસ્માત સર્જાતા રાજકોટ ડેપો મેનેજર દ્વારા એક આકરો નિર્ણય  લેવામાં આવ્યો જેમાં રાજકોટ કાલાવડ રૂટની તમામ એસટી બસ જે છેલ્લા 40 વર્ષ થી ખીરસરા ગામના મુસાફરો ની  સુવિધા એક ઝાટકે છિનીવી  લીધી ખીરસરા ગામના ની નજીક બે ઉધૌગીક વસાહત છે ગામ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે બહોળી સંખ્યામાં લોકો એસટી બસ દ્વારા મુસાફરી કરે છે તો આ સુવિધા તાત્કાલિક શરૂ કરવા રાજકોટ ડેપો મેનેજરને રજુઆત કરવાની મુસાફરો દ્વારા તૈયારીઓ ચાલી રહેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.