Abtak Media Google News

મે અને જૂન માસમાં યુપીએસસીની પરીક્ષા લેવાશે

રાજકોટમાં આગામી રવિવારના રોજ યોજાનાર જીપીએસસીની પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જીપીએસસીની કલાસ-1 કક્ષાના અધિકારીઓની પરીક્ષામાં 11620 ઉમેદવારો નોંધાયા છે. જે માટે 51 જેટલા પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે.

સરકારી કચેરીમાં ડેપ્યુટી કલેકટર, ચિફ ઓફિસર સહિતના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. જેમાં 2 તબક્કામાં પ્રશ્ર્નપત્રો લેવાશે. આગામી રવિવારે સવારે 10 વાગ્યાથી 1 અને બપોરે 3 થી 6 દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે. રાજકોટમાં લેવાનારી જીપીએસસીની પરીક્ષામાં કલાસ-1 કક્ષાના અધિકારીઓની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે. તેમજ આ પરીક્ષા માટે પ્રશ્ર્નપત્રો બહુમાળી ભવન ખાતે આવેલી ટ્રેઝરી કચેરીમાં આવેલા સ્ટ્રોગરૂમમાં રાખવામાં આવશે. આ પરીક્ષાને લઈને સુપર વિઝન માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની એક ફલાઈંગ સ્કવોડ તૈયાર કરવામાં આવશે. આ માટેની તૈયારી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જીપીએસસીની પરીક્ષા પત્યા બાદ આગામી મે અને જૂન માસમાં યુપીએસસીની પરીક્ષા પણ લેવામાં આવશે જેના માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે અને આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.