Abtak Media Google News

એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા હોય તેવા ઉદ્યોગો કે જે શહેરમાં આવતા હોય પરંતુ કન્ટેન્મેન્ટ વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ માતે તમામ જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની રહેશે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

Advertisement

કોરોના વાઇરસની જો વાત કરવામાં આવે તો, સુરત શહેરમાં કોરોના વાઇરસના વધુ 30 કેસ નોંધાયા,સુરત શહેર અને જિલ્લા મળીને કુલ કેસ 445ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 152 પોઝિટિવ કેસ સાથે કુલ 2559 દર્દી નોંધાયા છે.

152 કેસમાં સૌથી વધુ અમદાવાદના 94, સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.