Abtak Media Google News

મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરી બે વર્ષમાં જ પોતાની અદાઓથી લાખો લોકોને દીવાના બનાવનાર ઉર્વશીએ વધુ એક ખિતાબ પોતાના નામે કરી દીધો છે. ઉર્વશી ટીસી કેલેન્ડર પોલ દ્વારા જાહેર કરાયેલી ૧૦૦ મોસ્ટ બ્યુટીફુલ મહિલાઓની યાદીમાં સામેલ થઈ છે. આ પહેલાં આ ખિતાબ એશ્વર્યા રાય બચ્ચનને મળ્યો હતો. આ યાદીમાં ૪૦ દેશની ૧૦૦ સુંદરીને સામેલ કરાય છે. ખાસ વાત એ છે કે તેણે અનેક ઇન્ટરનેશનલ સેલિબ્રિટીને પછાડીનેઆ સ્થાન મેળવ્યું છે.

ઉર્વશીના નામે અનેક ખિતાબ નોંધાઈ ચૂક્યા છે. મિસ યુનિવર્સ ઇન્ડિયા ઉપરાંત મિસ ‌દિવા, મિસ એશિયન સુપરમોડલ, ઇન્ડિયન પ્રિન્સેસ, મિસ ટૂરિઝમ ક્વીન ઓફ ધ યર, મિસ ટીન ઇન્ડિયા સામેલ છે. ગયા વર્ષે તે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી સુંદરી પણ રહી. ટાઈમ્સ મોર ડિઝાયરેબલ વુમન-૨૦૧૬ની યાદીમાં પણ તેણે સ્થાન બનાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.