Abtak Media Google News

મોંઘવારી, ગન લો, એબોર્શન સહિતના અનેક મુદાઓની ચૂંટણી ઉપર અસર, 2024માં ફરી સત્તા ઉપર રહેવું બાઈડેન માટે કઠિન

અમેરિકામાં મધ્યસત્રની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. અમેરિકાની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર આ ચૂંટણીના પરિણામ ઉપર છે. મધ્યવર્તી ચૂંટણીઓ શાસક જો બિડેન તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ માટે લિટમસ ટેસ્ટ છે. આ ચૂંટણીના પરિણામો 2024માં યુએસ પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર નક્કી કરશે.

ઓહાયોમાં એક રેલીને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “હું મંગળવાર, 15 નવેમ્બરના રોજ ફ્લોરિડાના પામ બીચમાં માર-એ-લાગો ખાતે ખૂબ મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છું.”  વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ વ્હાઇટ હાઉસ માટે 2024 રેસમાં સામેલ થવાની અપેક્ષા છે.જો બિડેન બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માંગે છે, તો આ ચૂંટણી તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. મધ્યસત્ર ચૂંટણીમાં મતદાતાઓ માટે યુએસ અર્થતંત્ર ટોચનો મુદ્દો રહ્યો છે.  અમેરિકામાં ફુગાવો 40 વર્ષની ટોચે છે.  મધ્યસત્ર ચૂંટણીના પરિણામોની સીધી અસર 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પર પણ પડશે.  એવું માનવામાં આવે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પરિસ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની બધી 435 સીટો, સેનેટની 100 સીટોમાંથી 35 સીટો અને 36 રાજ્યોના ગવર્નર માટે ચૂંટણી થઈ છે. કોઇ પણ પાર્ટીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી મેળવવા માટે 218 સીટો પર જીત મેળવવી પડશે. અમેરિકામાં મોંઘવારી એક મોટી સમસ્યા બની ગઇ છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 8.2 ટકાનો હતો.

કેટલાય સર્વે અનુસાર અમેરિકામાં 57.9 ટકા લોકો અર્થવ્યવસ્થા સંભાળવામાં બાઇડનના રેકોર્ડથી નારાજ છે. ત્યાં ગર્ભપાતનો કાયદો પણ મુખ્ય મુદ્દો છે. 24 જૂને અમેરિકન સુપ્રીમ કોર્ટે મહિલાઓને 50 વર્ષ પહેલાં મળેલ એબોર્શનની કાયદાકીય સુવિધા ખત્મ કરી દીધી.પ્રેસિડેન્ટ બાઇડન તેની વિરુદ્ધ છે. તે સિવાય ઞજમાં ગોળીબારની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે, ત્યાર બાદ ગન લોની માંગ વધી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.