Abtak Media Google News

40 વર્ષથી વધુ સમયથી વિવિધ રસીની શોધ થતાં બાળ મૃત્યુંદરમાં ઘણી સફળતા મેળવી છે: રસીકરણથી હાલ ડિપ્થેરીયા, ટિટાનેશ, ઇમ્ફલુએન્ઝા, પેટર્યુસિલ જેવા વિવિધ રોગોમાં મૃત્યુ અટકાવી શકાયા: ચેપી રોગના ફાટી નીકળવાના નિવારણ અને તેના નિયંત્રણ માટે રસીઓ મહત્વપૂર્ણ છે

રસી મુકાવી, બાળક બચાવો, દરેક મા-બાપે પોતાના સંતાનોને અવશ્ય સંંપૂર્ણ રસીકરણ કરાવવું જરુરી છે. વિવિધ રોગોથી થતાં મૃત્યુ આ રસીઓ અટકાવતી હોવાથી મા-બાપે જાગૃત રહેવું જરુરી છે. રસીકરણથી દર વર્ષે 4 કરોડ જેટલા મૃત્યુ અટકાવી શકાય છે. રસીઓનો ઇતિહાસ 40 વર્ષ જુનો છે, અને હજી આજે પણ દુનિયામાં આવતા વિવિધ રોગો સામે વૈજ્ઞાનિકો રસીની શોધ કરી રહ્યા છે. એઇડસ અને કેન્સર એક માત્ર એવા રોગો છે, જેની રસી આજે ચાર દાયકા પછી પણ મેડીકલ સાયન્સ શોધી શકયું નથી. રસીની શોધથી વિશ્ર્વની સાથે ભારતમાં પણ બાળમૃત્યુ દરમાં ઘણી સફળતા મળી છે, હાલ ડિપ્થેરીયા, ટિટાનેશ, ઇન્ફલ્યુએન્ઝા, જેવા વિવિધ રોગોમાં મૃત્યુ અટકાવી શકયા છીએ.

રસીકરણ એ વૈશ્વિક આરોગ્ય અને વિકાસની પ્રગતિ છે: વિનામૂલ્યે

રસીકરણને કારણે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે: બાળકના જન્મથી લઇને 16 વર્ષ સુધી વિવિધ રસી અપાય છે: રાજયમાં દર

વર્ષે 13 લાખ બાળકોને 408 કરોડન રસી મફત અપાય છે: વેકિસનને નિયત કરેલ ર થી 8 ડિગ્રી તાપમાનમાં રખાય છે

આજના પર્વતમાન શોધ સંશોધનના યુગમાં આપણે કોરોના સામેની રસી ટુંકા સમયમાં શોધીને લાખો માનવીન બચાવ્યા છે. ચેપી રોગના ફાટી નીકળવાના નિવારણ અને તેના નિયંત્રણ માટે રસી મહત્વ પૂર્ણ છે. રસીકરણએ વૈશ્ર્વિક આરોગ્ય અને તેના વિકાસની પ્રગતિ છે. વિનામૂલ્યે રસીકરણમાં સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આપણાં રાજયમાં પણ દર વર્ષે 13 લાખ બાળકોને 408 કરોડ ખર્ચ કરીને મફત રસી મુકે છે. વેકિસનને નિયત કરેલ ર થી 8 ડિગ્રી તાપમાનમાં સ્ટોરેજ કરાય છે. આપણને પ્રશ્ર્ન થાય કે રસીકરણ શા માટે કરાવવું જોઇએ ? તો જાહેર આરોગ્યને ઘ્યાને લઇને રોગ અટકાવવા તે જરુરી છે. રસીકરણ જ આપણને ગંભીર રોગોથી બચાવે છે.

એક જમાનાના ઓરી, શિતળા, ગાલ પચોળીયા, સુકી ઉઘરસ જેવા ઘણા રોગો રસીકરણથી જ અટકાવી શકાયા છે. પોલીયો સામેની આપણા દેશની ‘દો બુંદ જીંદગી’ની લડાઇએ બહુ મોટી સફળતા અપાવી છે. આજે પ્રાથમિક શાળામાં પણ બાળકોને રસી મુકાવવાનો કાર્યક્રમ ચાલુ જ છે, અગાઉ તો ઘરે ઘરે પણ ફરીને રસી મુકતા હતા. દર વર્ષે 10મી નવેમ્બરે વિશ્ર્વ રસીકરણ દિવસ ઉજવાય છે. ગત વર્ષે વિશ્ર્વના 84 ટકા શિશુઓ (11 કરોડ) ને ડિપ્થેરીયા, ટિટાનેશ, પર્પ્યુસિસ (ઊઝઙ3) રસીના ત્રણ ડોઝ અપાયા હતા, જે ચેપી રોગો સામે રક્ષણ આપે છે. આ રસીઓ બાળકને ન અપાય તો જીવલેણ કે મોટી બિમારી સાથે અપંગતાનું કારણ બને છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ રસીકરણથી દર વર્ષે અડધો કરોડ મૃત્યુ અટકાવી શકાય છે.

બાળકોને માત્ર ઓરી, પોલીયો, ટિટાનેસ અને ડિપ્થેરિયા જેવા રોગોથી જ નહી, પણ ઘણા રોગોથી બાળકને બચાવી શકાય છે, અને ખાસ ન્યુમોનિયા જેવા ચેપથી બચાવી શકાય છે. ઝાડા બાળકોના મૃત્યુનુ મુખ્ય કારણ હોવાથી રોગ વાયરસ સામેની વેકિસન અકિસર નીવડી છે. રસીકરણનો ઇતિહાસ જોઇએ તો પ્રારંભ બહુ જાણીતો નથી. રોગ પ્રતિકાર શકિતના મહત્વને સમજતા પ્રાચિન તૂર્કોએ વિવિધતા વિકસાવીને શીતળાના પુસ્યપુલમાંથી સામગ્રી તંંદુરસ્ત વ્યકિતમાં ઇનોકયુબેટ કરવામાં આવી હતી. જો કે એ સમયે લોકોના રક્ષણ કરવાને બદલે ભિન્નતા વ્યાપક ફાટી નીકળી હતી.

1798માં એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરી હતી રસીકરણના ફાયદાઓમાં જીવલેણ રોગથી રક્ષણ, વિશ્ર્વમાંથી તેનો નાશ, તેનો ફેલાવો અટકાવવો, રોગ નિવારણનો ખર્ચ અટકાવવો, એન્ટિબાયોટિક પ્રતિકાર ઘટાડવો, ભાવી પેઢીનું રક્ષણ અને રોગ નિવારણની સલામત રીત ગણી શકાય છે. સમયસર રસીકરણથી જીંદગી બચાવી શકાય છે. રસીકરણએ આરોગ્ય સંભાળ તો પ્રાથમિક ઘટક છે. રસીકરણથી એન્ટિબાયોટિક પ્રતિકાર સામેની લડાઇમાં નિર્ણાયક સાધન ગણી શકાય. દર વર્ષે એપ્રિલના છેલ્લા વીકમાં વિશ્ર્વ રસીકરણ સપ્તાહ ઉજવવામાં આવે છે. આજે પણ સૌએ રસીથી અટકાવી શકાય તેવા રોગથી બચાવવા માટે સામુહિક પગલા અને જનજાગતિ લવાય છે. ‘ધી બીગ કેચ અપ’ થીમ હેઠળ ચાલુ વર્ષ 2023 માં કાર્ય થઇ રહ્યું છે. આપણાં દેશમાં દર વર્ષે  16 માર્ચે રાષ્ટ્રીય વેકિસન દિવસ ઉજવાય છે. 1995માં ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ શરૂ થયો હતો અને ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો.

રસીકરણની સૌથી વધુ જાગૃતિ કોરોના મહામારીને કારણે લોકોમાં આવી, લોકોને સમજાયું કે રસી મુકાવવાથી કેવી મહામારીથી બચી શકાય છે. અસાઘ્ય વાયરસના ચેપ સામે લડવાની અસરકારક ક્ષમતા માણસ પાસે પહેલેથી જ ન હતી તેથી માહીતીના અભાવે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્ર્વમાં કે આણાં દેશમાં નવજાત શિશુઓ અને નાના બાળકોને ખતરનાક રોગો સામે રસીકરણ કરવામાં આવે છે. આપણે 2017 થી 2020 વચ્ચે ઓરી રૂબેલાને નાથવા 32.4 કરોડ બાળકોને રસીકરણ કરવામાં આવેલ હતું. રૂટીંગ રસીકરણના સમય પત્રકની સાથે છેલ્લા સાત-આઠ વર્ષોમાં આઇપીવી, રોટા વાયરસ, મીઝલ્સરૂબેલા, ન્યુ મોકોકલ કોમ્ઝુગેટ વેકિસન, ટિટાનસ અને પુખ્ત ડિપ્થેરિયા રસીનો સમાવેશ થાય છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ યેલો ફિવર, ટાઇફોઇડ, વેરીસેલા, ટિટાનેશ, રૂબેલા, રોટા વાયરસ, રેબીસ, પોલીયો, મમ્પસ, મેનેજજાઇટીસ, સરવાઇકસ કેન્સર, હિપેટાઇટીસ-બી, ઇબોલા, કોરોના ડિપ્થેરીયા, મીઝલ્સ, કોલેરા, ઇન્ફલ્યુએન્ઝા, જેવા અનેક રોગોની રસી શોધાય છે. જે પૃથ્વીવાસીઓ માટે આશિર્વાદ રુપ છે. જો કે હજી પણ નવા નવા વાયરસોને રોગો આવતા જ જાય છે:, ત્યારે માનવ સમુદયો રોગ પ્રતિકારક સારી રાખીને પ્રતિકાર કરવો જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.